કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટનું હિટલિસ્ટ, આ આતંકવાદીઓની નજીક છે મોત

રમઝાન મહિના દરમિયાન સિઝફાયરનો ગેરફાયદો ઉઠાવનારા આતંકવાદીઓને હવે ગોતી ગોતીને ઠાર મારવામાં આવશે

કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટનું હિટલિસ્ટ, આ આતંકવાદીઓની નજીક છે મોત

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ આર્મી અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ફરીથી પોતાનું ઓપરેશન ઓલઆઉટનો બીજો ભાગ ચાલુ કર્યો છે. સુરક્ષાદળોની યાદીમાં આશરે 300 આતંકવાદીઓનાં નામ છે. આ 300 લોકોની યાદીમાં આશરે 10 આતંકવાદીઓ સૌથી ખતરનાક આતંકવાદીઓની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આ આતંકવાદીઓને લિસ્ટમાં ટોપ પર મુકાયા છે. આમાં એવા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે કે, જે પત્રકાર શુજાત બુખારી અને સેનાનાં જવાન ઓરંગજેબની હત્યામાં સંડોવાયેલા હતા. 

ઓપરેશન ઓલઆઉટનાં પાર્ટ-1માં સુરક્ષા દળોએ આશરે 200 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બીજી તરફ બીએસએફની સાથે હવે NSG કમાન્ડોનાં 60 સ્નાઇપર્સ પણ ફરજ બજાવશે. આ સ્નાઇપર્સ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ  અને બીએસએફનાં ટાર્ગેટ પર લેનારા પાકિસ્તાની સ્નાઇપર્સને નિશાન બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રમઝાન દરમિયાન આતંકવાદ વિરોધી ઓપરેશન પર પણ થોડા સમય માટે પુર્ણ વિરામ મુકાયો હતો. 

આર્મીની યાદીમાં છે આ ટોપ આતંકવાદીઓ
જાકિર મુસા

આ યાદીમાં જે આતંકવાદીને A++ કેટેગરીમાં મુકાયા છે, તેમાં અનસાર ગજવત ઉલ હિંદના પ્રમુખ જાકિર મુસાનું નામ ટોપ પર છે. અનસાર ગજવત ઉલ હિંદ અલ કાયદા કાશ્મીરનું એક સ્થાનિક સંગઠન છે. બુરહાન વાનીનાં મોત બાદ જાકિરને આ સંગઠનનું કામ સોંપવામાં આવ્યું હતું. મુસા અવંતીપોરાના નૂરપોરાનો રહેવાસી છે. 

ડોક્ટર સૈફુલ્લાહ
સૈફુલ્લાને હવે અબુ મુસૈબનાં નામે ઓળખવામાં આવે છે. સૈફુલ્લા શ્રીનગર વિસ્તારમાં હિજબુલ મુજાહિદ્દીનનો પ્રમુખ છે. તે પુલવામાં માલંગપોરાનો રહેવાસી છે. તે આતંકવાદીઓની સર્જરી પણ કરે છે. 

નવેદ જટ
હવે અબુ હંજાલા નામથી પણ જાણીતો છે. પત્રકાર શુજાત બુખારીની હત્યા બાદ તે વધારે ચર્ચામાં આવ્યો. હંજલા પાકિસ્તાનનો રહેવાસી છે. તે લશ્કર એ તોયબા માટે કામ કરે છે. હંજલાને પણ A++ કેટેગરીમાં મુકાયો છે. 

જહૂર અહેમદ ઠોકર
ઠોકર સૂરનુનો રહેવાસી છે અને અને 2017થી આતંકવાદી ગતિવિધિ સાથે સંડોવાયેલો છે. હાલમાં જ જવાન ઓરંગજેબની હત્યામાં ઠોકર સંડોવાયેલો હોવાના અહેવાલો આવ્યા હતા. 

જુબૈર ઉલ ઇસ્લામ
જુબૈર હિજબુલ મુજાહિદ્દીનનો કાશ્મીર પ્રમુખ છે. પુલવામાં બૈગપુરાનો રહેવાસી છે. સબ્જાર અહેમદ ભટ્ટનાં મોત બાદ જુબૈરને તેનું સ્થાન મળ્યું હતું. જુબૈરને ટેક્નોલોજીનો પણ માસ્ટર માનવામાં આવે છે. 

અલ્તાફ કચરૂ ઉર્ફે મોઇન ઉલ ઇસ્લામ
અલ્તાફ હિજબુલ મુજાહિદ્દીનનો કુલગામનો પ્રમુખ છે. 2015માં સુરક્ષા દળો પર થયેલા હૂમલાનો માસ્ટરમાઇન્ડ છે. અલ્તાફ સાઇન્સમાં ગ્રેજ્યુએટ છે. 

જીનત ઉલ ઇસ્લામ ઉર્ફે અલકામા
 જીનતને લશ્કર એ તૈયબામાં તે દરમિયાન ઉંચી રેંક મળી, જ્યારે અમરનાથ હૂમલાના માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલને ઠાર મારવામાં આવ્યો. 2017માં શોપિયા હૂમલાનો માસ્ટરમાઇન્ડ જીનત જ હતો. 

વસીમ અહેમદ ઉર્ફે ઓસામા
વસીમ લશ્કરના શોપિયા જિલ્લાનો કમાન્ડર છે. તે બુરહાન વાનીનાં ગ્રુપમાં પણ હતો. 

સમીર અહેમદ
અલ બદર ટેરર ગ્રુપનો સભ્ય સમી પર ઘણી આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલો હોવાનો આરોપ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news