લદ્દાખ: સેના પ્રમુખે ચીનીઓને ધુળ ચટાવનારા સૈનિકોને સન્માનિત કર્યા

સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ બુધવારે લદ્દાખની ફોરવર્ડ ચોકીઓની મુલાકાત લીધી. સેનાપ્રમુખે અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ દરમિયાન સેના પ્રમુખે ગલવાન ઘાટીમાં ચીની હુમલાખોરો સામે લડનારા સૈનિકોને પ્રશંસા પત્ર (COAS commendation cards) થી સન્માનિત કર્યા. સેના પ્રમુખે આજે બહાર પાડેલા નિવેદન કરતા ભારતીય સેનાએ કહ્યું કે, આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેએ પૂર્વી લદ્દાખના ફોરવર્ડ વિસ્તારની મુલાકાત દરમિયાન ગ્રાઉન્ડ પર તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.  તેમણે જવાનોનું મનોબળ વધાર્યું અને તેમના શોર્યની પ્રશંસા કરી હતી. 
લદ્દાખ: સેના પ્રમુખે ચીનીઓને ધુળ ચટાવનારા સૈનિકોને સન્માનિત કર્યા

નવી દિલ્હી : સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ બુધવારે લદ્દાખની ફોરવર્ડ ચોકીઓની મુલાકાત લીધી. સેનાપ્રમુખે અધિકારીઓ સાથે ચર્ચા કરી. આ દરમિયાન સેના પ્રમુખે ગલવાન ઘાટીમાં ચીની હુમલાખોરો સામે લડનારા સૈનિકોને પ્રશંસા પત્ર (COAS commendation cards) થી સન્માનિત કર્યા. સેના પ્રમુખે આજે બહાર પાડેલા નિવેદન કરતા ભારતીય સેનાએ કહ્યું કે, આર્મી ચીફ જનરલ એમ.એમ નરવણેએ પૂર્વી લદ્દાખના ફોરવર્ડ વિસ્તારની મુલાકાત દરમિયાન ગ્રાઉન્ડ પર તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.  તેમણે જવાનોનું મનોબળ વધાર્યું અને તેમના શોર્યની પ્રશંસા કરી હતી. 

સેના પ્રમુખે એલએસીનો પ્રવાસ આજે પુર્ણ થો. આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડીયાથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે હિંસક ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા. સેનાધ્યક્ષે કાલે લેહમાં ગલવાન ઘર્ષણમાં ઘાયલ જવાનો સાથે મુલાકાત યોજી હતી. સેના અધિકારીઓએ જણાવ્યું કે, લેહ પહોંચ્યા બાદ જનરલ નરવણે સેના હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 15 જુને ગલવાન ઘાટીમાં ઘાયલ 18 સૈનિકોની સારવાર ચાલી રહી છે. સેના પ્રમુખે લગભગ તમામ ઘાયલ સૈનિકો સાથે વાતચીત કરી અને બહાદુરી માટે તેમની પ્રશંસા કરી. 

હોસ્પિટલની મુલાકાત બાદ નરવણેએ નોર્દન આર્મી કમાન્ડર લેફ્ટિનેંટ યોગેશ કુમાર જોી, 14મી કોર કમાન્ડર લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ અને સેનાનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્ષેત્રમાં સંપુર્ણ સુરક્ષાની સ્થિતી અંગેની સમીક્ષા કરી હતી. સુત્રો અનુસાર તેમણે ચીન તરફથી કોઇ પણ પ્રકારનાં દુસાહસને ટાળવા અધિકારીઓને સતર્ક રહેવા માટે જણાવ્યું હતું. ગત્ત અઠવાડીયે એર ચીફ માર્શલ આર.કે.એસ ભદોરિયાએ લદ્દાખ અને શ્રીનગર હવાઇ મથકની મુલાકાત લીધી હતી. ક્ષેત્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news