PM Narendra Modi Assam Rally: કાલે આખા દેશે આસામનું અપમાન જોયું, રેલીમાં વાયરલ વીડિયો પર PM મોદીએ અજમલને ઘેર્યા

PM Narendra Modi Assam Rally: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામ વિધાનસભા ચૂંટણીને લઈને કોકરાઝારમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આસામમાં પહેલા તબક્કાના મતદાનમાં લોકોએ એડીએને ભરપૂર આશીર્વાદ આપ્યા છે.  પીએમ મોદી જે વીડિયોની વાત કરી રહ્યા છે તે જોવા માટે કરો ક્લિક.....

PM Narendra Modi Assam Rally: કાલે આખા દેશે આસામનું અપમાન જોયું, રેલીમાં વાયરલ વીડિયો પર PM મોદીએ અજમલને ઘેર્યા

કોકરાઝાર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આસામ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Election 2021) ને લઈને કોકરાઝારમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આસામમાં પહેલા તબક્કાના મતદાનમાં લોકોએ એડીએને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. પહેલા તબક્કાના મતદાનમાં આસામે ડબલ એન્જિનની સરકારના ભવ્ય વિજય પર મહોર લગાવી છે. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એવી કોઈ જનજાતિ નથી, જેની સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત નથી કર્યો. વાયરલ વીડિયો પર બદરુદ્દીન અજમલને ઘેરતા પીએમ મોદીએ કહ્યું કે આસામે જોયું છે કે કેવી રીતે આસામની ઓળખ, આસામની બહેનોના શ્રમના પ્રતિક, ગમોસાનું ખુલ્લેઆમ અપમાન કરવામાં આવ્યું. 

આસામને પ્યાર કરનારી દરેક વ્યક્તિ, આ તસવીરોને જોઈને ખુબ દુખી છે. ગુસ્સામાં છે. આ અપમાનની સજા કોંગ્રેસને મળશે જ , સાથે સાથે આખા મહાજૂઠને મળશે. પીએમ મોદીએ નામ લીધા વગર રાહુલ ગાંધીને પણ લપેટામાં લેતા કહ્યું કે મહાજૂઠને મહાજૂઠની સજા મળશે. અત્રે જણાવવાનું કે રાહુલે એક દિવસ પહેલા જ પીએમને જૂઠા ગણાવ્યા હતા. 

પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે કોંગ્રેસના લાબાં સાશને આસામને બોમ્બ, બંદૂક અને બ્લોકેડમાં નાખી દીધુ. જ્યારે NDA સરકાર, કોચ, રાજબોન્શી, મોરાન, મોટોક, સૂતિયા તમામ જનજાતિઓના હિતમાં પગલાં લઈ રહી છે. 

असम को प्यार करने वाला हर व्यक्ति, इन तस्वीरों को देखकर बहुत आहत है, गुस्से में है।

इस अपमान की सजा कांग्रेस को तो मिलेगी ही, पूरे महाझूठ को मिलेगी।

— BJP (@BJP4India) April 1, 2021

કોકરાઝારને હિંસાની આગમાં ઝોંક્યું
પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે આસામને દાયકાઓ સુધી લૂંટનારા, આસામની સંસ્કૃતિને તબાહ કરવાના સપના જોઈ રહેલા મહાજૂઠવાળા અકળાઈ રહ્યા છે. તેમની ભાષામાં કહું તો કોંગ્રેસ અને તેના મહાજૂઠને ફરીથી રેડકાર્ડ દેખાડી દેવાયું છે. કોંગ્રેસ એક મહાજૂઠ બનીને, એકવાર ફરીથી કોકરાઝાર સહિત સમગ્ર બોડોલેન્ડ ટેરિટોરિય રિઝનને છેતરવા નીકળી છે. જે પક્ષના નેતાઓએ કોકરાઝારને હિંસાની આગમાં ઝોંક્યું હતું આજે કોંગ્રેસે પોતાના હાથ અને પોતાનું ભાગ્ય તે લોકોને થમાવી દીધુ છે. 

કોંગ્રેસને મળશે મહાજૂઠની સજા
પીએમ મોદીએ કહ્યું કે  કોંગ્રેસના નેતા વારંવાર કહે છે કે આ તાળા-ચાવી વાળા આસામની ઓળખ છે. કોંગ્રેસના જૂઠ, તેના ષડયંત્રને સમજો. સત્તામાં વાપસી માટે કોંગ્રેસ આ લોકો સામે સમર્પણ કરી ચૂકી છે. આ અપમાનની સજા કોંગ્રેસને મળશે જ, સાથે સાથે સમગ્ર મહાજૂઠને મળશે. આસામના નિરંતર વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જરૂરી છે. એટલે કે કેન્દ્રમાં પણ એનડીએ સરકાર અને રાજ્યમાં પણ એનડીએ સરકાર. જ્યારે બંનેની તાકાત લાગે છે ત્યારે વધુ ઝડપથી કામ થાય છે. 

આસામની ગોરવશાળી પરંપરા આગળ વધારશે
પીએમ મોદીએ કહ્યું કે મને સંતોષ છે કે 2016માં BTR માં શાંતિ અને વિકાસનો જે વાયદો અમે કર્યો હતો તેને લઈને અમે ખુબ પ્રમાણિક પ્રયાસ કર્યો છે. NDA એ આસામને શાંતિ અને સન્માનની ભેંટ આપી છે. હું તમારા ઘરના સભ્યની જેમ છે આથી તમારો મારા પર પૂરેપૂરો અધિકાર છે. આપણે મળીને આ વિશ્વાસને વધુ મજબૂત કરીશું. આપણે મળીને  આ વિસ્તારનો વિકાસ કરીશું. મળીને ગોરવશાળી પરંપરા આગળ વધારીશું. 

કોંગ્રેસે ગેરકાયદે કબજો જમાવનારી ગેંગને સોંપ્યો હતો ટી ગાર્ડન
પીએમ મોદીએ કહ્યું કે  કોંગ્રેસે ટી ગાર્ડનમાં કામ કરતા સાથીઓને ક્યારેય પૂછ્યું સુદ્ધા નહીં. આ તો એનડીએ સરકાર છે કે જેણે ટી ગાર્ડન્સમાં કામ કરનારા મજૂર ભાઈ બહેનોની દરેક ચિંતાના સમાધાનનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે આપણા સત્રો, અમારા નામઘરોને ગેરકાયદે કબજો જમાવતી ગેંગના હવાલે કર્યા, એનડીએએ તેને મુક્ત કરાવ્યા. કોંગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, મેદાન- બધાને ભડકાવ્યા, NDA એ તેમને વિકાસના સેતુ સાથે જોડ્યા છે. આસામના સન્માન અને સંસ્કૃતિની સુરક્ષા માટે આસામના લોકોનો વિશ્વાસ એનડીએ પર છે. 

એનડીએ સરકરા શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા ઈચ્છે છે
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને આસામ સાથે મતલબ નથી. તેમને ફક્ત પોતાનું ખિસ્સું ભરવા સાથે મતલબ છે. આ અટલજીની જ એનડીએ સરકાર હતી જેણે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલનો અધિકાર તમને આપ્યો. આ NDA ની વર્તમાન કેન્દ્ર સરકરા છે જેણે સ્થાયી શાંતિ માટે ઐતિહાસિક બોડો અકોર્ડ પર મહોર લગાવી. આજે BTR નો વિસ્તાર થયો છે અને વિકાસની નવી શરૂઆત પણ થઈ છે. બોડોલેન્ડના સ્થાયી વિકાસ માટે અમારો  મત્ર છે Peace, Progress અને Protection એટલે કે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news