બાબરી કેસ: અડવાણી-જોશીએ ચુકાદાનું કર્યું સ્વાગત, આપ્યું આ નિવેદન

1992ના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પૂર્વ નિયોજિત ષડયંત્ર નહતું. આ મામલે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના ચુકાદા પર સતત લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. કેસમાં આરોપી રહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સહિત અનેક દિગ્ગજોએ કોર્ટના આ ચુકાદાને જીત ગણાવી છે. 

બાબરી કેસ: અડવાણી-જોશીએ ચુકાદાનું કર્યું સ્વાગત, આપ્યું આ નિવેદન

લખનઉ: 1992ના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કોઈ પૂર્વ નિયોજિત ષડયંત્ર નહતું. આ મામલે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના ચુકાદા પર સતત લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. કેસમાં આરોપી રહેલા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સહિત અનેક દિગ્ગજોએ કોર્ટના આ ચુકાદાને જીત ગણાવી છે. 

ચુકાદા બાદ અડવાણીની પહેલી પ્રતિક્રિયા
સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે હું Babri Masjid Demolition Case માં વિશેષ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું હ્રદયથી સ્વાગત કરું છે. આ ચુકાદાથી રામ જન્મભૂમિ આંદોલન પ્રતિ મારા વ્યક્તિગત અને ભાજપના વિશ્વાસ તથા પ્રતિબદ્ધતાની જાણ થાય છે. 

— ANI (@ANI) September 30, 2020

મુરલી મનોહર જોશીએ કહી મોટી વાત
આ કેસમાં આરોપી રહેલા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે. જેનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરના રોજ ઘટેલી ઘટના કોઈ ષડયંત્ર નહતું. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો ભાગ નહતી. અમે ખુશ છીએ, દરેકે હવે રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહિત હોવું જોઈએ. 

— ANI (@ANI) September 30, 2020

'આ તો પ્રથમ ઝાંખી છે, કાશી-મથુરા બાકી છે'
સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ છૂટેલા આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું કે આ તો પહેલી ઝાંખી છે, કાશી મથુરા બાકી છે. અત્રે જણાવવાનું કે આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં. જેમાથી 17 લોકોનું મૃત્યુ થયું છે જ્યારે બાકીના 32 લોકોને આજે કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. 

Babri Masjid Demolition Case: તમામ 32 આરોપીઓ નિર્દોષ જાહેર, ''ફોટાથી કોઈ દોષિત ન થઈ જાય'

રક્ષામંત્રી રાજનાથ સિંહે પાઠવી શુભેચ્છા
દેશના રક્ષામંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે લખનઉની વિશેષ કોર્ટ દ્વારા બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી કલ્યાણ સિંહ, ડો.મુરલી મનોહર જોશી, ઉમાજી સહિત 32 લોકોને કોઈ પણ ષડયંત્રમાં સામેલ ન હોવાના નિર્ણયનું હું સ્વાગત કરું છું. આ નિર્ણયથી સાબિત થયું છે કે ભલે મોડું પણ ન્યાયની જીત થઈ છે. 

— Rajnath Singh (@rajnathsingh) September 30, 2020

યોગી આદિત્યનાથે કહ્યું કે સત્યમેવ જયતે
કોર્ટના નિર્ણયનું સીએમ યોગી આદિત્યનાથે સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે સત્યમેવ જયતે મુજબ સત્યની જીત થઈ છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા રાજનીતિક પૂર્વાગ્રહથી ગ્રસ્ત થઈને વોટબેંકની રાજનીતિ માટે દેશના પૂજ્ય સંતો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને સમાજના વિભિન્ન સંગઠનોના પદાધિકારીઓને બદનામ કરવાની દાનતથી તેમને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરવામાં આવ્યાં. 

CBI की विशेष अदालत के निर्णय का स्वागत है।

तत्कालीन कांग्रेस सरकार द्वारा राजनीतिक पूर्वाग्रह से ग्रसित हो पूज्य संतों,@BJP4India नेताओं,विहिप पदाधिकारियों,समाजसेवियों को झूठे मुकदमों में फँसाकर बदनाम किया गया।

इस षड्यंत्र के लिए इन्हें जनता से माफी मांगनी चाहिए।

— Yogi Adityanath (@myogiadityanath) September 30, 2020

તેમણે કહ્યું કે આ ષડયંત્ર માટે જવાબદાર લોકો દેશની જનતાની માફી માંગે. સીએમ યોગીએ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીને આ ચુકાદા બાદ ફોન કરીને અભિનંદન પાઠવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news