મીડિયા પર સેન્સરશિપ અંગે અરૂણ જેટલી બોલ્યા, આજના યુગમાં આ શક્ય નથી

નેશનલ પ્રેસ ડેના પ્રસંગે અરૂણ જેટલીએ મીડિયા પર લગાવવામાં આવેલી સેન્સરશિપની આશંકાઓને ફગાવી દઈને આવા સમાચારને ખોટા જણાવ્યા છે 

મીડિયા પર સેન્સરશિપ અંગે અરૂણ જેટલી બોલ્યા, આજના યુગમાં આ શક્ય નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષ દ્વારા વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે, તેણે મીડિયા પર સેન્સરશિપ લાદેલી છે. આ બાજુ, સરકાર દ્વારા દરેક વખતે આ પ્રકારના આરોપોને ફગાવી દેવામાં આવે છે. 

હવે, આ જ સવાલ પર કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પણ જવાબ આપ્યો છે. તેમણે આવી કોઈ પણ પ્રકારની આશંકાને ફગાવી દીધી છે. 

— ANI (@ANI) November 16, 2018

રાજધાની દિલ્હીમાં નેશનલ પ્રેસ ડોના પ્રસંગે અરૂણ જેટલીએ જણાવ્યું કે, આજના સમયમાં ઈલેક્ટ્રોનિક મીડિયામાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાનો માહોલ છે. પ્રિન્ટની સાથે જ ડિજિટલ મીડિયા પણ આવી ગયું છે. 

ટેક્નોલોજીના કારણે આપણી પાસે એક સાથે અનેક માધ્યમ ઉપલબ્ધ બન્યા છે. આવી સ્થિતીમાં મીડિયા પર સેન્સરશિપ અશક્ય છે. કોઈ પણ પ્રકારનું દબાણ બનાવવું લગભગ અશક્ય બાબત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news