MP: ભય્યુજી મહારાજનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ઈન્દોરના આશ્રમમાં રખાયો

આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજના પાર્થિવ શરીરના આજે બપોરે એક વાગે વિજય નગર સ્થિત સયાજી મુક્તિ ધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

MP: ભય્યુજી મહારાજનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ઈન્દોરના આશ્રમમાં રખાયો

ઈન્દોર: આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજના પાર્થિવ શરીરના આજે બપોરે એક વાગે વિજય નગર સ્થિત સયાજી મુક્તિ ધામ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર પહેલા ભય્યુજી મહારાજનું પાર્થિવ શરીર તેમના ઈન્દોર સ્થિત આશ્રમમાં રાખવામાં આવ્યું છે. તેમના અંતિમ સંસ્કારમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત અનેક વીવીઆઈપી શામેલ થશે. મળતી માહિતી મુજબ ભય્યુજી મહારાજના પુત્રી કુહૂ તેમના મુખાગ્નિ આપશે.

અત્રે જણાવવાનું કે આધ્યાત્મિક ગુરુ ભય્યુજી મહારાજે મંગળવારે પોતાના નિવાસ સ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ત્યારબાદ તેમને બોમ્બે હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. આધ્યાત્મિક ગુરુ ભય્યાજી મહારાજનો પાર્થિવ દેહ ઈન્દોરમાં તેમના આશ્રમ પર બપોરે 12.30 વાગે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે 1 વાગે વિજયનગર સ્થિત સયાજી મુક્તિ ધામ ખાતે અંતિમ સંસ્કાર કરાશે.

ભય્યુજી મહારાજના અંતિમ દર્શન માટે પ્રદેશ સહિત દેશભરમાંથી વીવીઆઈપી લોકો અને નેતાઓના પહોંચવાની આશા છે. આ જોતા ઈન્દોર પોલીસે ભય્યુજી મહારાજના આશ્રમ પાસે સુરક્ષા વધારી દીધી છે. ભય્યુજી મહારાજના અવસાન બાદ તેમના અનુયાયીઓ અને સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. ભય્યુજી મહારાજે આત્મહત્યા પહેલા એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ જીવનના તણાવથી કંટાળી ગયા છે. તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.

આ બાજુ એમપી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મધ્ય પ્રદેશ સરકારના કારણે ભય્યુજી મહારાજ ખુબ દબાણમાં હતાં. સરકાર તેમને સમર્થન આપવા માટે દબાણ કરી રહી હતી. તેમને જબરદસ્તીથી વિશેષાધિકાર પ્રદાન કરી રહી હતી જેને લેવા માટે તેમણે ના પાડી હતી. તેઓ ખુબ માનસિક દબાણમાં હતાં. તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

આઈજી ઈન્ટેલીજન્સ મકરંદ દેઉસ્કરે આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે સ્યૂસાઈડ નોટમાં માનસિક તણાવ અને ડિપ્રેશનનો ઉલ્લેખ કરાયો છે. જો કે અત્યારે કઈ પણ કહેવું ઉતાવળ હશે. પ્રથમ દ્રષ્ટિએ આ મામલો આત્મહત્યાનો જોવા મળે છે. પોલીસ આ મામલે તમામ પહેલુઓ પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે પોલીસની તપાસ ચાલુ છે અને આ મામલે ઘરના તમામ સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news