પશ્ચિમ બંગાળ બાદ હવે બિહારમાં રાજકીય હિંસા, બેગૂસરાયમાં ભાજપ નેતાની હત્યા
પશ્ચિમ બંગાળ અને યૂપીના અમેઠીમાં થયેલી ચૂંટણી હિંસાના સમાચારો બાદ હવે બિહારમાંથી પણ આ સમાચાર સામે આવ્યા છે. બિહારના બેગૂસરાય જિલ્લામાં ભાજપના પંચાયત અધ્યક્ષની હત્યાના સમાચાર આવી રહ્યાં છે.
Trending Photos
બેગૂસરાય: પશ્ચિમ બંગાળ અને યૂપીના અમેઠીમાં થયેલી ચૂંટણી હિંસાના સમાચારો બાદ હવે બિહારમાંથી પણ આ સમાચાર સામે આવ્યા છે. બિહારના બેગૂસરાય જિલ્લામાં ભાજપના પંચાયત અધ્યક્ષની હત્યાના સમાચાર આવી રહ્યાં છે. જીલ્લાના સિંહહૌલ વિસ્તારથી અમરૌર કીરતપુર ગામમાં રહેતા ગોપાલ સિંહની ગુરૂવાર રાત્રે હત્યા કરી દેવામાં આવી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા શખ્સોએ ગત રાત્રે લોખંડના રોડથી માથ પર હુમલો કરી ભાજપ નેતાની હત્યા કરી છે. પોલીસે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ હત્યા છે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.’
જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા અમેઠીથી ભાજપ કાર્યકર્તા અને પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની મોતના સમાચાર આવ્યા હતા.
Begusarai: BJP Panchayat President Gopal Singh died late last night after he was allegedly hit with an iron road by unidentified men in Amraur Kiratpur village of Singhoul. Police say,"It's a murder. Investigation will be done." #Bihar pic.twitter.com/fd9gIYTf3j
— ANI (@ANI) May 31, 2019
બેગૂસરાયમાં નામ પૂછી મુસ્લિમ ફેરીવાળાને મારી ગોળી, કહ્યું પાકિસ્તાન જતા રહો
બિહારના બેગૂસરાય જિલ્લાના કુંભી ગામમાં એક વ્યક્તિને કથિર રીતે રોકી તેનું નામ અને ધર્મ પુછવામાં આવ્યું હતું. એવું જાણવા મળતા કે આ વ્યક્તિ મુસ્લિમ સમુદાયથી છે તો તેને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું અને ત્યારબાદ તેને ગોળી મારી દેવામાં આવી હતી. બેગૂસરાયના ચેરિયા બરિયારપુર સ્ટેશન અધ્યક્ષ નીરજ કુમાર સિંહએએ સોમવારે જણાવ્યું હતું કે, આ ઘટના કુંભી ગામમાં રવિવારે મોહમ્મદ કાસિમ (30) નામના એક ફેરીવાળા સાથે બની હતી. તેણે આરોપીની ઓળખ રાજીવ યાદવના રૂપમાં કરવામાં આવી છે.
કસીમ જીવનધોરણ ચલાવવા માટે ડિટરજન્ટ વેચવા માટે નાનો ધંધો કરે છે અને તેની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં કાસિમને તેની આપવીતી જણાવતા દેખાડવામાં આવ્યો છે.
વીડિયોમાં કાસિમે જણાવી રહ્યો છે કે, ‘તે તેના ધંધાના કામથી કુંભી ગામ ગયો હતો. ત્યારે હુમલાખોરે તેને રોક્યો અને તેનું નામ અને ધર્મ પૂછ્યો. નામ જણાવતા હુમલાખોરે કહ્યું, તુ એક મુસ્લિમ છે. અને અહીં શુ કરી રહ્યો છે, તારે તો પાકિસ્તાન જવું જોઇએ. તેણે તેની બંદુક બહાર કાઢી અને ગોળી ચલાવી જે કાસિમની પીઠમાં વાગી.’ કાસિમે એવું પણ જણાવ્યું કે હુમલાખોરની બંદુકમાં માત્ર એક જ બુલેટ હતી અને જ્યારે તે (હુમલાખોર) બંદુકમાં બુલેટ લોડ કરવા લાગ્યો તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો.
કાસિમે એવો પણ આરોપ લગાવ્યો કે, તેના પર થયેલા હુમલા સમયે ત્યાં અન્ય રાહગીર હાજર હતા, પરંતુ કોઇ પણ તેની મદદ અને હુમલાખોરને રોકવા માટે આગળ આવ્યા નહીં. સ્ટેશન અધ્યક્ષે કહ્યું કે, આ મામલે પ્રાથમિક ફરીયાદ નોંધવામાં આવી છે. અને આરોપી રાજીવ યાદવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ વચ્ચે સીપીઆઇ નેતા અને બેગૂસરાયથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર રહેલા કન્હૈયા કુમારે ટ્વિટ કર્યું છે ‘બેગૂસરાયમાં એક મુસ્લિમ ફેરીવાળાને પાકિસ્તાન જવાની વાત કરી ગોળી મારી દેવામાં આવી છે. આવા ગુનાઓને પ્રોત્સાહન આપવા માટે, આવા બધા નેતાઓ અને તેમના સાગરીતો દોષિત છે જે રોજિંદા રાજકીય લાભો માટે દ્વેષ ફેલાવે છે. ગુનેગારોને સજા આપવામાં નહીં આવે ત્યાં સુધી આપણે ચુપ બેસીશું નહીં.’
(ઇનપુટ એજન્સી ભાષા)
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે