ભારત બંધના બહાને સોનિયા ગાંધીએ રાહુલને વિપક્ષના નેતા બનાવી દીધા ?
તમામ વિપક્ષી નેતાઓનો ક્રમ કોંગ્રેસે નક્કી કરવા ઉપરાંત રાહુલ ગાંધીને બીજા ક્રમમાં ભાષણ આપવા માટે ઉભા કરી દીધા હતા
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો વિરુદ્ધ કોંગ્રેસે ભારત બંધમાં રાહુલ ગાંધી જ છવાયેલા રહ્યા. તેમણે ન માત્ર રાજઘાટ પહોંચીને બાપુની સમાધિ પર કૈલાશ માનસરોવરથી લાવેલ જળ ચડાવ્યો પરંતુ તેઓ સંભવિત ગઠબંધનનું નેતૃત્વ કરતા પણ જોવા મળ્યા. યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સંયુક્ત વિપક્ષના ઘરણામાં થોડા સમય માટે જરૂર આવ્યા, પરંતુ ન તો મંચ પરથી કોઇએ ભાષણ આપ્યુ કે ન તો તે લાંબો સમય સુધી ત્યાં રોકાયા. સવાલ છે કે શું સોનિયા ગાંધીએ કોંગ્રેસની કમાન સોંપ્યા બાદ ગઠબંધનની જવાબદારી રાહુલ ગાંધીને સોંપી દીધી છે ?
અગાઉ વિપક્ષની બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી જ કરતા હતા. કોઇથી છુપુ નથી કે શરદ પવાર અને મમતા બેનર્જી સરખા નેતાઓનું રાહુલ ગાંધીના નેતૃત્વ મુદ્દે શું વલણ છે. આ જ કારણ છે કે જ્યારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા તો તમામ લોકોની નજરો તે વાત પર ટકી હતી કે કોણ - કોણ વિપક્ષનાં નેતા તેમની સાથે પેટ્રોલ પંપ સુધી તેમણે પગપાળા યાત્રામાં સાથે રહેશે. રામલીલા મેદાનની સામે બનેલા મંચ પર જ્યારે વિપક્ષનાં નેતાઓએ એકત્ર થવાનું ચાલુ કર્યું તો તમામ લોકોની નજર તે વાત પર ટકી ગઇ કે શું રાહુલ ગાંધી વિપક્ષની આગેવાની કરવા જઇ રહ્યા છે ? કારણ કે ત્યા સુધી કાર્યક્રમ અનુસાર સોનિયા ગાંધીને બપોર બાદ પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતો મુદ્દે થઇ રહેલા પ્રદર્શનમાં સમાવિષ્ઠ થવાનું હતું.
જો કે અચાનક સોનિયા ગાંધીરામલીલા મેદાન સામે પેટ્રોલ પંપની પાસે બનેલા મંચ પર પહોંચી ગયા. સોનિયા ગાંધીના પહોંચતા એવું લાગ્યું કે એકવાર ફરીથી ગઠબંધનની કમાન તેઓ જ સંભાળવાનાં છે, જો કે થોડા સમય બાદ તેમણે રાહુલ સાથે વાત કરીને મંચ છોડી દીધું અને તેઓ પરત ફર્યા હતા.
સોનિયા ગાંધીના જતાની સાથે જ મંચની કમાન રાહુલ ગાંધીએ સંભાળી. કોંગ્રેસે મીડિયા પ્રભારી રણદીપસિંહ સુરજેવાલની સાથે મળીને તેમણે ન માત્ર મંચ પર બોલતા નેતાઓનાં નામ નિર્ધારિત કર્યા પરંતુ તેમનાં બોલવાનો ક્રમ પણ બનાવ્યો. ત્યાર બાદ સૌથી વરિષ્ઠ નેતા શરદ પવારને ભાષણ માટે બોલાવવામાં આવ્યા. ત્યાર બાદ પોતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું. મંચ પર ભાષણનાં ક્રમને જોતા સ્પષ્ટ હતું કે કોંગ્રેસે તક જોઇને રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વરૂપે સ્થાપિત કરી દીધું. એટલે કે સૌથી મોટા નેતા સૌથી છેલ્લે આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે