રાશિફળ: જીવન સાથી પ્રત્યે વિશેષ પ્રેમ જાગે, શનિની સાડાસાતી પનોતીના ઉપાયો

શનિવારે શક્ય હોય તો એક સમય ભોજન કરવું. તેમાં અડદનો એક દાણો પહેલા શનિવારે, બીજા શનિવારે અડદના બે દાણા લઈ જમવું આ પ્રમાણે દર શનિવારે અડદના દાણા વધારતા જઈ એકવીસ શનિવાર સુધી કરવું. અને એકવીસમા શનિવારે એકવીસ દાણા લઈ જમીને વ્રત સંપૂર્ણ કરવું.

રાશિફળ: જીવન સાથી પ્રત્યે વિશેષ પ્રેમ જાગે, શનિની સાડાસાતી પનોતીના ઉપાયો

(1) શનિવારે હનુમાનજીના મંદિરે અડદ, તેલ અને આંકડાના ફુલની માળા ચઢાવી પૂજન કરવી.
(2) શ્રીરામના જપ કરી હનુમાનચાલીસાનો પાઠ કરવો.
(3) ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી ચાંદલો કરી શકાય.
(4) શનિવારે શક્ય હોય તો એક સમય ભોજન કરવું. તેમાં અડદનો એક દાણો પહેલા શનિવારે, બીજા શનિવારે અડદના બે દાણા લઈ જમવું આ પ્રમાણે દર શનિવારે અડદના દાણા વધારતા જઈ એકવીસ શનિવાર સુધી કરવું. અને એકવીસમા શનિવારે એકવીસ દાણા લઈ જમીને વ્રત સંપૂર્ણ કરવું.
(5) શનિવારે તેલમાં પોતાનું મુખ જોઈને તેલમાં બનાવેલા મિષ્ટાન વડા વગેરે ગરીબોને આપવા. 
(6) વાનરને ગોળ ચણા ખવડાવવા
(7) શનિના યંત્રની પૂજા કરી શકાય.

આજનું પંચાંગ
તારીખ - 11 સપ્ટેમ્બર, 2018, મંગળવાર
તિથિ - ભાદરવા સુદ બીજ (સામશ્રાવણી)
નક્ષત્ર - હસ્ત
યોગ - શુભ
ચંદ્ર રાશી - કન્યા (પઠણ)

- આજે સામશ્રાવણી છે. સામવેદી બ્રાહ્મણો આજે જનોઈ બદલશે.
- મંગળવાર છે માટે ગણેશજીની ઉપાસના કરવી.
- મંગળદોષ હોય તો ગણેશજીને લાલબુંદિનો લાડુ અર્પણ કરવો.
- ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરી ગણેશજીને કુમકુમ અર્પણ કરવું.
- લાલ વસ્ત્રનું દાન પણ કરી શકાય.
- કબૂતરને ચણ પણ નાંખી શકાય.

મેષ (અલઈ) 
- આવેશ ઉપર કાબૂ રાખવો. 
- આપનો ગુસ્સો સૈદ્ધાંતિક હોય પણ શાંતિથી વાત કરવી.
- ઘરનો ગુસ્સો કાર્યસ્થળે ન ઠલવાય તે ધ્યાન રાખજો.

વૃષભ (બવઉ) 
- ધનસ્થાન પ્રબળ છે.
- જુદા જુદા કાર્યો દ્વારા ધનપ્રાપ્તિના યોગ બને છે.
- બુદ્ધિમત્તા ખીલી જશે અને કાર્યસંપન્ન થાય.

મિથુન (કછઘ) 
- જમીન-મકાનના કાર્યો અંગે ચર્ચા થાય.
- બપોર પછી કાયદાકીય કાર્યોમાં સાચવવું
- ધાર્મિક કાર્યમાં ખર્ચ થઈ શકે છે.

કર્ક (ડહ) 
- મુશ્કેલીનો સામનો કરો પણ ઉકેલ પણ મળી રહે.
- આજે જો લેખિત રજૂઆત કરવાની હોય તો સચેત રહેવું.
- કાર્યમાં યશ મળે તેવી પણ શક્યતા છે.

સિંહ (મટ) 
- કુટુંબ પાછળ ધનવ્યય થઈ શકે છે.
- આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે.
- ધર્મ કાર્યો સાથે જોડાયેલા જાતકોને સરળતા રહે.

કન્યા (પઠણ) 
- કોર્ટકચેરીના કાર્યોમાં વ્યસ્ત રહેવાય.
- પરદેશ જવા ઇચ્છુક જાતકોએ સક્રિય થવું.
- પ્રતિપક્ષનો સહકાર મળવાથી ભાગ્ય બળવાન બને.

તુલા (ર,ત) 
- માનસિક વ્યગ્રતા વ્યાપે.
- સ્થાનાંતરના યોગ પણ નિર્માયા છે.
- મુસાફરી કરતા હોવ તો સામાનનું ધ્યાન રાખજો. ચોરાઈ જવાની શક્યતા છે.

વૃશ્ચિક (ન,ય) 
- જીવનમાં વૈભવ ઉમેરાય.
- થોડું ખર્ચાળ દિવસ પણ વીતે.
- રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને યશ પ્રાપ્ત થાય.

ધન (ભધફઢ) 
- કાર્યમાં સહકાર લઈ આગળ વધજો.
- સરકારી નોકરી મેળવવાનો માર્ગ સરળ થાય.
- પ્રમોશન મળવાનો યોગ પણ છે.

મકર (ખજ) 
- પોતાનું ઘર કરવાનો સંકલ્પ સિદ્ધ થઈ શકે છે.
- ઘરમાં સુખ-સગવડના સાધનમાં ઉમેરો થાય.
- સંઘર્ષ ટાળીને તમે આજે કાર્ય સંપૂર્ણ કરશો.

કુંભ (ગ,સ,શ,ષ) 
- શરદી, કફની બિમારીથી સાચવવું
- માતા સાથે સંઘર્ષ ટાળવો.
- લાગણીને ઠેસ પહોંચે તેવો બનાવ બની શકે.

મીન (દચઝથ) 
- જીવન સાથી પ્રત્યે વિશેષ પ્રેમ જાગે
- સ્થાનાંતરના યોગ રચાયા છે.
- વારસાઈનો પ્રશ્ન હલ થાય.
- પી.એચડી.ના વિદ્યાર્થીઓને સાનુકૂળતા રચાય.

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news