મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિત શાહનો ભોપાલમાં રોડ શો રદ્દ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અંહિયા ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના BJP ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા.

Updated By: Nov 19, 2018, 11:12 AM IST
મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિત શાહનો ભોપાલમાં રોડ શો રદ્દ
ફાઈલ તસવીર

ભોપાલ: રાજધાની ભોપાલમાં મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આયોજીત રોડ શો રવિવારની રાત્રે રદ્દ કરવામાં આવ્યો છે. શાહનો આ રોડ શો સુરક્ષાના કારણોના કારણથી રદ્દ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીની ગુપ્ત એજન્સીથી મળેલા ઇનપુટ બાદ ભાજપના અધ્યક્ષનો રોડ શો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અમિત શાહ ભોપાલમાં માતા મંદિરથી જુના ભોપાલ સુધી રોડ શો કરવાના હતા, પરંતુ જુના ભોપાલના રસ્તા ખૂબ સાંકડા છે, જેના કારણે ગુપ્ત એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા બગડવાના ઇનપુટ આપ્યા હતા. ત્યારબાદ રવિવારે ભાજપના અધિકારીઓએ અમિત શાહનો રોડ શો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

વાંચવા માટે ક્લિક કરો: છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો ક્યારે કેટલો થયો ઘટાડો

રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો
તમને જણાવી દઇએ કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અંહિયા ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના BJP ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા. શાહનો આ રોડ શો કર્ફ્યૂવાળી માતા મંદિર ભવાની ચોકથી શરૂ થઇને સોમવારા, લખેરાપુરા, સાવરકર ચોક, પીપલ ચોક, સરાફા ચોક, સુભાષ ચોક, લોહા બજાર, જુમેરાતી, છોટે ભૈયા કોર્નર, હનુમાન ગંજ, મંગલવારા, છાવણી ચોક થઇને ભારત થિયેટર ચાર રસ્તા પર પુરો થવાનો હતો. રોડ શો સાંજે 5 વાગ્યાથી શરૂ થવાનો હતા, પરંતુ ભાજપના નેતૃત્વમાં રોડ શો રદ્દ કરવામાં આવ્યો છે.

વાંચવા માટે ક્લિક કરો: Birthday Special: ઇન્દીરા ગાંધીને 'પ્રદર્શિની' નામ કોણે આપ્યું? વાંચો સમગ્ર કિસ્સો

રવિવારે હતું વિંધ્ય ક્ષેત્રમાં રોડ શો
આ પહેલા ભાજપ અધ્યક્ષે રવિવારે પ્રદેશના વિંધ્ય ક્ષેત્રમાં રોડ જનસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન શાહે રીવા, સીધી, ઉમરિયા અને સતનામાં સભાઓ કરી હતી. જ્યાં શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જનસભા સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષે કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ એક રાજા, એક મહારાજા અને એક ઉધ્યોગપતિના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસે 1978માં ઇન્દિરા કોંગ્રેસના ગઠન બાદથી આ પાર્ટીને વંશવાદી સેવા માટે ફેમિલિ બિઝનેસ બનાવી દીધો છે, જેનું લક્ષ્ય લોકોની સેવા માટે રાજકીય પાર્ટી બનાવવાની જગ્યાએ વંશવાદી સેવા આપવાનું હતું

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...