જોધપુર: એકસાથે મળી આવેલા 11 શરણાર્થીઓના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો

દેચુ પોલીસ સ્ટેશન હદમાં 11 શરણાર્થીઓના મોત મામલે હોબાળો મચ્યો છે. આ મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્રે જણાવવાનું કે 11 લોકોના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં ગામના ખેતરોમાંથી મળ્યાં હતાં. મૃતકોમાં પાંચ બાળકો, 2 પુરુષ, 4 મહિલાઓ સામેલ છે. 

Updated By: Aug 10, 2020, 03:18 PM IST
જોધપુર: એકસાથે મળી આવેલા 11 શરણાર્થીઓના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો

અરુણ હર્ષ, જોધપુર: દેચુ પોલીસ સ્ટેશન હદમાં 11 શરણાર્થીઓના મોત મામલે હોબાળો મચ્યો છે. આ મામલે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. અત્રે જણાવવાનું કે 11 લોકોના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં ગામના ખેતરોમાંથી મળ્યાં હતાં. મૃતકોમાં પાંચ બાળકો, 2 પુરુષ, 4 મહિલાઓ સામેલ છે. 

મહાત્મા ગાંધી હોસ્પિટલના મોર્ચરીમાં તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ ચાલે છે. અત્યાર સુધીમાં 4 મૃતદેહોના પોસ્ટમોર્ટમ થયા છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા 11 વાગ્યા સુધીમાં પૂરી થશે. મોર્ચરીમાં ગ્રામીણ એસપી રાહુલ બારહટ સહિત અન્ય અધિકારીઓ હાજર છે. પોલીસ પ્રશાસનની પણ ચુસ્ત વ્યવસ્થા છે. મૃતદેહોના એક સાથે અંતિમ સંસ્કાર ભીલ વસ્તીમાં જ થશે. દેચુના લોડતામાં 11 લોકોના એક સાથે મૃતદેહો મળી આવવાના મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં નવી જાણકારી સામે આવી છે. જેમાં 10 લોકોની હત્યા અને એક દ્વારા આત્મહત્યાની વાત સામે આવી છે. મહિલા નર્સ દ્વારા પોતાના પગમાં મોતનું ઈન્જેક્શન લગાવવામાં આવ્યું. બાકીના લોકોને ઈન્જેક્શન લગાવતા પહેલા ભોજનમાં નશાની દવા કે ઊંઘની ગોળીઓ આપી દેવાઈ. 

Fact Check: PM મોદીએ રામ મંદિરના જલદી નિર્માણ માટે CM યોગીને મોકલ્યા 50 કરોડ રૂપિયા?

પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોની ટીમ પાસેથી  પોલીસે એફએસએલને મોકલવા માટે નમૂના લીધા છે. પોલીસની ટીમને વધુ એક જાણકારી મળી છે કે ઘટનાને અંજામ આપતા પહેલા બચેલા ભોજનને જમીનમાં દબાવવાની વાત સામે આવી છે. હાલ તપાસ ગ્રામીણ એસપી રાહુલ બારહઠના નેતૃત્વમાં ચાલી રહી છે. અલગ અલગ અધિકારીઓ અલગ અલગ તથ્ય અને પુરાવા ભેગા કરી રહ્યાં છે. 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વિટ કરીને આપી જાણકારી

પાકિસ્તાનથી આવ્યાં હતાં જોધપુર
અત્યાર સુધી મળેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે મૃતક પરવાર પાકિસ્તાનથી વિસ્થાપિત ભીલ સમાજનો છે અને થોડા સમય પહેલા જ આ બધા લોકો પાકિસ્તાનથી જોધપુર આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ લોકો પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓના ઉત્પીડન અને દમનના કારણે શરણ લેવા માટે રાજસ્થાનના જોધપુરમાં વર્ષોથી રહેતા હતાં. આ તમામ લોકો ગામના ખેતરમાં ટ્યૂબવેલ પર કામ કરતા હતાં અને નજીકની ઝૂંપડીમાં રહેતા હતાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube