બિહાર ચૂંટણી: ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 15 જિલ્લાની 78 સીટો પર કાંટાની ટક્કર
મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યા સુધી કુલ 7.69 ટકા મતદાન થયું છે. સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને કેટલીક સીટોને છોડીને તમા સીટો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.
Trending Photos
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)ના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે (શનિવારે) મતદાન શરૂ ગયું છે. આ તબક્કામાં 15 જિલ્લાને 78 સીટો પર મતદાન છે. મળતી માહિતી અનુસાર સવારે 9 વાગ્યા સુધી કુલ 7.69 ટકા મતદાન થયું છે. સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને કેટલીક સીટોને છોડીને તમા સીટો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ પહેલાં બિહારમાં 28 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ મતદાન થયું હતું.
78 સીટો પર મેદાનમાં છે 1204 ઉમેદવાર
ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 સીટો પર મતદાન થશે, જેમાં અરસિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લા સામેલ છે. આ તબક્કામાં 1204 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે અને 2 કરોડ 35 લાખ 54 હજાર 71 મતદારો તેમના ભવિષ્યનો નિર્ણય કરશે.
ZEE NEWS સાંજે 5 વાગે બતાવશે મહા એક્ઝિટ પોલ
10 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ છે. આ પહેલાં ZEE NEWS જણાવશે કે બિહારમાં આગામી સરકાર કોણ બનાવી શકે છે. આજે સાંજે 5 વાગે મતદાન પુરૂ થયા બાદ ZEE NEWS બતાવશે મહા એક્ઝિટ પોલ, જેમાં વિશેષજ્ઞો સાથે બિહારની તમામ સીટોનું સચોટ વિશ્લેષણ થશે.
વાલ્મિકીનગર લોકસભા સીટ પર પેટાચૂંટણી
વિધાનસભા ચૂંટણી સાથે વાલ્મિકીનગર લોકસભા સીટ (Valmiki Nagar Lok Sabha Seat)પર પેટાચૂંટણી માટે પણ મતદાન કરવામાં આવશે. આ સીટ આ વર્ષે જેડીયૂ (JDU)સાંસદ વૈધનાથ મહતોના નિધન બાદ ખાલી થઇ હતી. આજે થનાર મતદાનમાં પશ્વિમી ચંપારણના વાલ્મિકી નગર અને રામ નગર ઉપરાંત સહરસાના સિમરી બખ્તિયારપુર અને મહિષી વિધાનસભા સીટ પર સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થશે.
પીએમને લઇને આરજેડી નેતાનું વિવાદિત નિવેદન
બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આરજેડી (RJD)નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકી (Abdul Bari Siddiqui)એ પ્રધાનમંત્રીને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યમંત્રી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી તેમની ગરિમા જાળવી શક્યા નહીં. સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા પ્રધાનમંત્રી પર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે