Bill Gates: બિલ ગેટ્સે ભારતના રસ્તા પર ચલાવી ઈલેક્ટ્રિક રિક્ષા

Bill Gates drove rickshaw: માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને અધ્યક્ષ બિલ ગેટ્સ હાલમાં ભારતના પ્રવાસે છે. હાલમાં તેમને ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ મહિન્દ્રા ઓટોની લોકપ્રિય ઈલેક્ટ્રિક રિક્ષા મહિન્દ્રા ટ્રિઓ ચલાવતા નજરે પડે છે. 
 
 આ વીડિયોને શેર કરવાની સાથે તેઓએ મહિન્દ્રા કંપનીના વખાણ પણ કર્યા છે. રિક્ષા દ્વારા ધ્વની પ્રદુષણ ન કરવાની વાતથી પણ ગેટ્સ પ્રભાવિત થયા છે. આ રિક્ષા સિંગલ ચાર્જમાં 131 કિમી ચાલે છે અને 4 લોકોને લઈ જઈ શકે છે. વિશ્વભરના દેશો કાર્બનના ઉત્સર્જનને ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. 

બિલ ગેટ્સ હરિયાણા નંબર પ્લેટથી સજ્જ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરને ખૂબ જ ઉત્સાહથી ચલાવતા જોવા મળે છે. તમને આ વીડિયો જોઈને ખૂબ જ આનંદ થશે, કારણ કે બિલ ગેટ્સ જેવી હસ્તીઓ ભારતના ઘરે આવીને ઈલેક્ટ્રિક થ્રી વ્હીલરનો આનંદ લઈ રહ્યા છે અને ભારતની ટેક્નોલોજીના વખાણ કરી રહ્યાં છે.

— anand mahindra (@anandmahindra) March 6, 2023

આનંદ મહિન્દ્રાએ આપી પ્રતિક્રિયા
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર પર બિલ ગેટ્સનો વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાનો આભાર વ્યક્ત કર્યો હતો. આનંદ મહિન્દ્રાએ કહ્યું ચલતી કા નામ ગાડી. બિલ ગેટ્સ આ વખતે તમને ટ્રિઓ પર સવારી કરતા જોઈને મને આનંદ થયો. હવે તમારો એજન્ડા સચિન તેંડુલકર સાથે રેસ કરવાનો છે. 

સમગ્ર વિશ્વમાં કાર્બન ઉત્સર્જનને શૂન્ય સ્તરે લઈ જવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ માટે અશ્મિભૂત ઈંધણથી ચાલતા વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news