રાહુલ ગાંધી પર 'વંદેમાતરમ'ના અપમાનનો આરોપ, કર્ણાટક ભાજપે જારી કર્યો VIDEO

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો જારી છે.

રાહુલ ગાંધી પર 'વંદેમાતરમ'ના અપમાનનો આરોપ, કર્ણાટક ભાજપે જારી કર્યો VIDEO

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો સિલસિલો જારી છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બે પ્રમુખ પાર્ટીઓ નવા નવા આરોપ લઈને જનતા સમક્ષ પહોંચી રહી છે. ભાજપે પોતાના તાજા પ્રહારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે એક વીડિયો જારી કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો દ્વારા ભાજપે દાવો કર્યો છે કે રાહુલ ગાંધી એક ચૂંટણી રેલીમાં વંદેમાતરમને એક લાઈનમાં ખતમ કરવા માટે કહી રહ્યાં છે.

ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં રાહુલ ગાંધી કર્ણાટક કોંગ્રેસના નેતા અને સાંસદ કે સી વેણુગોપાલને પોતાની ઘડિયાળ દેખાડતા વંદેમાતરમને એક લાઈનમાં ખતમ કરવાની વાત કરી રહ્યાં છે. જો કે આ વીડિયો પૂરો નથી અને અમે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતા નથી.

કર્ણાટક ભાજપે લખ્યું છે કે "વર્ષ 1937માં નહેરુએ જિન્નાહને સંતુષ્ટ કરવા માટે વંદેમાતરમની છેલ્લી 3 પંક્તિઓ છોડી દીધી હતી. કારણ કે જિન્નાએ કહ્યું હતું કે આ ગીત મુસલમાનોને પરેશાન કરે છે. આજે રાહુલ ગાંધીએ ફક્ત એક લાઈનમાં ગાવાનું કહ્યું. આ ઘટના અમને યાદ કરાવે છે કે કોંગ્રેસ કઈ રીતે આ ગીતનું અપમાન કરે છે. શું હજુ આપણને 'કોંગ્રેસ મુક્ત ભારત' માટે ઉદાહરણોની જરૂર છે? તમને શરમ આવવી જોઈએ રાહુલ ગાંધી."

Today, RG asked to cut it to just one line, reminding us of INC's total disregard for the song

Do we need more reasons for Cong Muktha Bharath? Shame on you, RG. pic.twitter.com/aPtcreNPuO

— BJP Karnataka (@BJP4Karnataka) April 27, 2018

હકીકતમાં સૌથી પહેલા આ વીડિયો ભાજપના આઈટી સેલ અમિત માલવીયએ પોસ્ટ કરતા લખ્યું કે 'Well done Rahul Gandhi' ત્યારબાદ આ વીડિયોને કર્ણાટક ભાજપે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી નવા સ્ટેટસ સાથે ટ્વિટ કર્યો. આ મામલામાં થોડીવાર બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.સંબિત પાત્રા પણ કૂદી પડ્યાં. તેમણે લખ્યું કે કર્ણાટકમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ વંદેમાતરમને ફક્ત એક જ લાઈનમાં ખતમ કરવા જણાવ્યું. આથી અમે તેમને શહજાદા કહીએ છીએ... અધિકાર જમાવવાનો તેમનો ભાવ પણ ડરામણો છે. તેઓ સમજે છે કે આ દેશ તેમની કૌટુંબિક સંપત્તિ છે. શું તેઓ પોતાની મરજીથી રાષ્ટ્રગીતમાં પણ સંશોધન કરી શકે છે?

— Amit Malviya (@malviyamit) April 27, 2018

આ મામલે કોંગ્રેસ તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પાર્ટીએ ફરીથી સરકાર બનવા પર આગામી પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું છે. રાહુલે આ ઘોષણાપત્રને કર્ણાટકની જનતાનો અવાજ ગણાવ્યો છે અને કહ્યું કે તેને ત્રણ કે ચાર લોકોએ બંધ રૂમમાં બેસીને તૈયાર કર્યો નથી. ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમનું ઘોષણાપત્ર કર્ણાટકના લોકો માટે નહીં હોય અને તેમાં આરએસએસના વિચારોની ઝલક હશે.

— Sambit Patra (@sambitswaraj) April 27, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news