એમજે અકબર પર યૌન ઉત્પીડનના આરોપો અંગે પહેલીવાર અમિત શાહે મોઢું ખોલ્યું

મજે અકબર પર લાગેલા આરોપો બાદ પહેલીવાર બીજેપીના કોઈ મોટા નેતાએ આ મામલે નિવેદન આવ્યું છે. અમિત શાહે કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પર પણ આરોપ લગાવી શકાય છે. આવામાં સત્યતાની તપાસ કરવી જરૂર છે. 

એમજે અકબર પર યૌન ઉત્પીડનના આરોપો અંગે પહેલીવાર અમિત શાહે મોઢું ખોલ્યું

હૈદરાબાદ/નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #MeToo કેમ્પેઈન અંતર્ગત કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર લાગેલા આરોપો બાદ તેમની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, એમજે અકબર પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી પર આટલા ગંભીર આરોપો લાગેલા છે, આવામાં સત્યતાની તપાસ દરેક હાલમાં થવી જોઈએ. આ હકીકત સામે આવી જાય કે તેમાં સત્યતા કેટલી છે.

એમજે અકબર પર લાગેલા આરોપો બાદ પહેલીવાર બીજેપીના કોઈ મોટા નેતાએ આ મામલે નિવેદન આવ્યું છે. અમિત શાહે કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પર પણ આરોપ લગાવી શકાય છે. આવામાં સત્યતાની તપાસ કરવી જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે, અનેક મહિલાઓએ એમજે અકબર પર આરોપ લગાવ્યા કે, તેમણે પોતાના પત્રકારિતાની નોકરી દરમિયાન એમજે અકબર પર અનેક મહિલા સહકર્મચારીઓનું યૌન શોષણ કર્યું હતું. અંદાજે 9 મહિલા પત્રકાર સોશિયલ મીડિયા પર એમજે અકબર પર ગંભીર આરોપ લગાવી ચૂકી છે.

छत्तीसगढ़: अमित शाह आज से दो दिवसीय प्रदेश दौरे पर, कार्यकर्ता सम्मेलन को करेंगे संबोधित

એમજે અકબર પર આરોપ લગાવ્યા બાદ બીજેપીના કેટલાક નેતાઓ તેમના પક્ષમાં નિવેદન આપી રહ્યાં છે તો કેટલાક તેમની વિરુદ્ધ બોલી રહ્યાં છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, એમજે અકબર પર લાગેલા આરોપ જો સાચા સાબિત થશે, તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. તો કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, તે મહિલાઓ અને એમજે અકબરની વચ્ચેનો મામલો છે. તેના પર કંઈ પણ કહેવું યોગ્ય નથી. 

તો બીજી તરફ, કેન્દ્રીય મહિલ તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ #MeToo કેમ્પેઈન અંતર્ગત મહિલા તરફથી લગાવવામાં આવેલા ગંભીર આરોપોની તપાસ માટે રિટાયર્ડ જજોની કમિટી બનાવવાની વાત કરી હતી. આ વચ્ચે એક વિદેશી મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે, 2007માં ઈન્ટર્નશિપ દરમિયાન એમજે એકબરે તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું.

મેનકા ગાંધીએ મંગળવારે આ મામલે કહ્યું કે, તાકાતવાર પદ પર બેસેલા પુરુષો હંમેશા એવું કરે છે. આ વાત મીડિયા, રાજનીતિ અને કંપનીઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓ પર પણ લાગુ પડે છે. હવે જ્યારે મહિલાઓએ આ વિશે બોલવાનું શરૂ કર્યું તો તેમના અરોપોને ગંભીરતાથી લેવું જોઈએ.

તેમણે કહ્યું કે, મહિલાઓ આ વિશે બોલતા ડરે છે, કેમ કે તેમને લાગે છે કે લોકો તેમની મજાક ઉડાવશે. તેમના ચરિત્ર પર આંગળીઓ ઉઠાવશે. પરંતુ જ્યારે જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું તો દરેક આરોપ વિશે કાર્યવાહી કરવી જોઈએ.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને જ્યારે મંગળવારે આ વિશે પૂછવામાં આવ્યું કે શું તેમની સરકાર કેન્દ્રીય મંત્રીના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે, તો તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું. દેશમાં #MeToo અભિયાન તેજીથી થઈ રહી છે, મનોરંજન અને મીડિયા જગત સાથે જોડાયેલા અનેક મહિલાઓએ યૌન ઉત્પીડનની આપવીતી જણાવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news