સોનિયા ગાંધી સામે ચૂંટણી પંચમાં પહોંચી ભાજપ, હુબલીની રેલી બાદ મામલો બગડ્યો

Karnataka Elections 2023: કોંગ્રેસ દ્વારા Tweet કરાયેલા સોનિયા ગાંધીના નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. આ પહેલા પીએમ મોદીએ પણ આ નિવેદનને લઈને ચૂંટણી સભામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું.

સોનિયા ગાંધી સામે ચૂંટણી પંચમાં પહોંચી ભાજપ, હુબલીની રેલી બાદ મામલો બગડ્યો

Karnataka Assembly Elections: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. દરમિયાન, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના નિવેદનને લઈને ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. વાસ્તવમાં કોંગ્રેસે શુક્રવારે એક Tweet કર્યું હતું જેમાં સોનિયા ગાંધી કર્ણાટકમાં પ્રચાર કરતા જોવા મળે છે. આ Tweetમાં કોંગ્રેસે કહ્યું કે, 'સોનિયા ગાંધીએ 6.5 કરોડ કન્નડવાસીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોંગ્રેસ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતા માટે કોઈને ખતરો ઉભો કરવા દેવાની અનુમતિ નહીં આપે.

ચૂંટણી પંચને ફરિયાદ
ભાજપે હવે આ ટ્વીટને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું છે કે કોંગ્રેસ દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. ચૂંટણી પંચ પહોંચેલા ભાજપના પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના મીડિયા પ્રભારી અનિલ બલુની અને પક્ષના નેતા તરુણ ચુગ સામેલ હતા.

 

 

કર્ણાટકમાં ભાજપને કેટલી મળશે સીટો? 4 વખત CM રહી ચૂકેલા યેદિયુરપ્પાએ કર્યો આ દાવો!
લિફ્ટમાં ચહેરો જોવા માટે નથી હોતો અરીસો : બેસનારને કરાવે છે આ ફાયદો, હવે મળશે ચશ્મા
Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ

સેલ્ફીના શોખીનો સાચવજો! ભારતમાં એવા 4 સ્થળો પણ છે જ્યાં ફોટોગ્રાફ લેવા માટે ભરવો પડે છે દંડ
 

પંચને મળ્યા બાદ ભૂપેન્દ્ર યાદવે કહ્યું, 'અમે ચૂંટણી પંચને ગંભીર બાબત પર મેમોરેન્ડમ સુપરત કર્યું છે. મોડેલ કોડ હેઠળ, તમામ રાજકીય પક્ષોના પ્રચાર સમયે ભારતના લોકશાહીની એકતા અને અખંડિતતાની થીમને મજબૂત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર જાણીજોઈને શબ્દોનો ઉપયોગ એવી રીતે કર્યો છે કે આ શબ્દનો ઉપયોગ ભારતના સંબંધમાં કરવામાં આવે છે.

તેમણે કહ્યું, 'ટુકડે ટુકડે ગેંગ કોંગ્રેસનો એજન્ડા છે. કોંગ્રેસ જુઠ્ઠાણાના આધારે પ્રચાર કરી રહી છે. ચૂંટણી પંચે અમારા મુદ્દાને ગંભીરતાથી લીધો છે. આજે પણ કોંગ્રેસ પોતાની જાહેરાતોમાં આવા આક્ષેપો કરી રહી છે, પરંતુ ચૂંટણી પંચને આરોપોના પુરાવા આપી શકી નથી. કર્ણાટકની જનતા ચૂંટણીમાં આનો જવાબ આપશે, પરંતુ અમને આશા છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા આ રાષ્ટ્ર વિરોધી કૃત્ય સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.

પીએમએ આ નિવેદન પર પલટવાર કર્યો
સોનિયા ગાંધીના આ નિવેદનને લઈને પીએમ મોદીએ કર્ણાટકમાં ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, 'આ ચૂંટણીમાં હવે કોંગ્રેસના શાહી પરિવારે કહ્યું છે કે તેઓ કર્ણાટકની સાર્વભૌમત્વની (sovereignty) રક્ષા કરવા માંગે છે. કર્ણાટકની sovereignty એટલે કર્ણાટકનું સાર્વભૌમત્વ. જ્યારે કોઈ દેશ સ્વતંત્ર થાય છે ત્યારે તેને સાર્વભૌમ રાષ્ટ્ર કહેવામાં આવે છે. મતલબ કે કોંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની હિમાયત કરી રહી છે. કોંગ્રેસમાં ટુકડે-ટુકડે ગેંગનો બિમારી આટલી ઊંચે પહોંચશે એવું મેં વિચાર્યું ન હતું. કોંગ્રેસ લાખો કન્નડ સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરી રહી છે જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું હતું. કોંગ્રેસે ભાઈઓમાં ભાગલા પાડ્યા. કોંગ્રેસે રાજ્યોને એકબીજાની વચ્ચે લડાવ્યા. કોંગ્રેસે દેશમાં જાતિ અને સાંપ્રદાયિક આગને ભડકાવવામાં કોઈ કસર છોડી નથી.

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ જે કહી રહી છે તેનો અર્થ એ છે કે પાર્ટી કર્ણાટકને ભારતથી અલગ માને છે. તેમણે લોકોને પૂછ્યું કે શું તેઓ તેને સ્વીકારે છે અને શું તેઓ આવા નિવેદન માટે કોંગ્રેસને સજા કરશે. વડાપ્રધાને કહ્યું કે આનો અર્થ એ થયો કે કોંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની વકાલત કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news