અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મુસલમાનોએ આગળ આવવું પડશે: ગિરિરાજ સિંહ
ભાજપના નેતા ગિરિરાજ સિંહે એકવાર ફરીથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને અયોધ્યા મુદ્દે પણ નિવેદન આપ્યું છે.
Trending Photos
ગયા: ભાજપના નેતા ગિરિરાજ સિંહે એકવાર ફરીથી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે અને અયોધ્યા મુદ્દે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુગલ કાળથી જ હિન્દુઓને ફક્ત ધર્મ પરિવર્તન જ નહીં પરંતુ તેમને ખંડ-ખંડમાં વહેંચવા માટે જાત-પાતનું ગંદુ રાજકારણ રમાયું હતું. આઝાદી બાદ ધર્મના આધાર પર નહેરુ ગાંધી પરિવારે દેશને વહેંચી દીધો હતો. હવે બચેલા હિન્દુઓને પણ જાત-પાતના નામ પર ટુકડામાં વહેંચવાની કોશિશ વિપક્ષીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ગિરિરાજ સિંહે આ સાથે જ કહ્યું છે કે અયોધ્યામાં શ્રી રામના મંદિરના નિર્માણ માટે મુસલમાનોએ આગળ આવવું જોઈએ. હિન્દુસ્તાનની ધર્મના આધાર પર થયેલા ભાગલા બાદ પાકિસ્તાનમાં હિન્દુઓને જબરદસ્તીથી કાં તો મુસલમાન બનાવી દેવામાં આવ્યાં અને કાં તો હિન્દુ પાકિસ્તાનમાંથી પલાયન થઈ ગયાં. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં વીણી વીણીને મંદિરોને તોડવામાં આવ્યાં છે.
ગિરિરાજ સિંહે આગળ કહ્યું કે આ સાથે જ પાકિસ્તાનમાં હિન્દુઓની થઈ રહેલી દુર્દશા છતાં હિન્દુસ્તાને ભારતમાં બચેલા મુસલમાનોને છાતીએ વળગાડીને રાખ્યાં. આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતના મુસલમાનોએ આગળ આવવું પડશે.
એટલું જ નહીં તેમણે મુસ્લિમોની સંખ્યા ઉપર પણ વાત કરી. તેમણે કહ્યું કે હિન્દુસ્તાનમાં મુસલમાનોનો આંકડો વધીને 3થી 33 ટકા થઈ ગયો છે. આમ છતાં સરકાર હિન્દુસ્તાનની આઝાદીના 72 વર્ષ બાદ પણ અયોધ્યા, મથુરા, કાશીમાં એક મંદિર બનાવી શકી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે