અમિત શાહનો દાવો, ‘લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની 23થી પણ વધારે સીટો જીતશે ભાજપ’
બીજેપીના અધ્યક્ષે દાવો કર્યો કરે તેમની પાર્ટી દેશના પૂર્વોત્તર વિસ્તારમાં 25માઁથી આશરે 21 જેટલી સીટો જીતશે
Trending Photos
અગરતલા: બીજેપી આધ્યક્ષ અમિત શાહ શનિવારે કહ્યું કે, પાર્ટી આગામી લોકસભાચૂંટણી વિકાસ, રક્ષા અને દેશના આત્મસમ્માન જેવા મુદ્દાઓ પર લડશે. તેમણે વિશ્વાસ દેખાડ્યો કે બીજેપી 300 કરતા પણ વધારે સીટોથી જીત મેળવશે. તેમણે વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દ્રશ્યોમાં ધણો બદલાવ થશે અને બીજેપી 42માંથી 23 કરતા પણ વધારે સીટો જીતશે. તેમણે દાવો કર્યો કે તેમની પાર્ટી દેશના પૂર્વોત્તર વિસ્તારમાં 25માંથી 21 જેટલી સીટો પર વિજય મેળશે,
અમિત શાહે કહ્યું કે, ‘વિકાસ, રક્ષા અને દેશના આત્મસમ્માન પર બીજેપીના આવનારી ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ રહેશે. 300 કરતા પણ વધારે સીટો જીતીને પ્રધાનમંત્રી મોદીની સત્તા સાચવી રાખશે. આયોધ્યામાં રામ મંદિર બનાવાના મુદ્દા પર પૂછતા તેમણે કહ્યું કે, જ્યાં સુધી રામ મંદિરના મુદ્દાની વાત છે તો કોંગ્રેસ ઇચ્છતી નથી કે આ મુદ્દો વહેલી તકે નિકાલ આવે. બીજેપીની જાહેરાત મુજબ અમે ઇચ્છીએ છે, કે રામ મંદિરનું નિર્માણ થાય અને એ પણ કાયદામાં રહીને.
આ તારીખો પર ફરી થઇ શકે છે બેંકોની હડતાલ, પૂર્ણ કરી લો તમામ જરૂરી કાર્યો
બીજેપી વિરોધી દળના એક થવા પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની મહાગઠબંધન સરકાર મજબૂર સરકાર આપશે અને મોદીજીના નેતૃત્વમાં બીજેપી મજબૂત સરકાર આપી શકે છે. તેમણે કહ્યું કે મોદી સરકારે સમગ્ર દેશમાં વિકાસના સારા એવા કામો કર્યા છે. પરંતુ દેશની સુરક્ષાને મજબૂત કરવીએ વધારે મહત્વનું છે.
અમિત શાહે કહ્યું કે, દુશ્મન અમેરિકા ઇઝરાયલના સૈનિકો પર હુમલો કરે છે. તો તે તરત જ પલટવાર કરે છે. 2014માં બીજેપીની સરકાર બન્યા બાદ આ દેશો બાદ ભારત દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે. જે પલટવાર કરવામાં માને છે.
બીજેપી પ્રમુખે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરી પ્રધાનમંત્રી મોદીએ મજબૂત ભારતને રજૂ કર્યો છે. 2016માં જમ્મુ કાશ્મીરના ઉરીમાં ભારતીય સેનાના વિસ્તારમાં હુમલો કર્યા બાદ ભારતે સર્જીકલ સ્ટ્રાઇક કરી દીધી હતી. આ પહેલા અમિત શાહે એ પણ કહ્યું કે સ્વામી વિેવેકાનંદ મૈદાનમાં 50 હજાર કાર્યકર્તાઓ બેઠકને સંબોઘિત કરી ચૂંટણી પ્રચારમની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે