પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા PM મોદી, આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) નું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા PM મોદી, આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) નું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કોરોનાકાળને જોતા સામાજિક અંતર સહિત તમામ જરૂરી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી. સામાન્ય જનતા માટે 11-12 વચ્ચે અંતિમ દર્શન થઈ શકશે. 

— ANI (@ANI) September 1, 2020

આ ઉપરાંત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે પણ પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. આ ઉપરાંત લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. 

— ANI (@ANI) September 1, 2020

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખરજીનું સોમવારે દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં નિધન થયું. આ વાતની જાણકારી તેમના પુત્ર અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને આપી હતી. પ્રણવ મુખરજી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. તેઓ 2012થી 2017 સુધી ભારતના 13માં રાષ્ટ્રપતિ રહ્યાં. પ્રણવ મુખરજીને 2019માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતાં. પ્રણવદાનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળના મિરીટી ગામમાં થયો હતો. 

— ANI (@ANI) September 1, 2020

પીએમ મોદીએ પણ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રણવ મુખરજી સાથેની એક તસવીર શેર કરીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ તેમના સલાહ સૂચનોને યાદગાર ગણાવ્યાં છે. તેમણે પોતાની ટ્વિટમાં કહ્યું કે ભારત રત્ન પ્રણવ મુખરજીના નિધન પર સમગ્ર ભારત શોકાતુર છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસ પથ પર એક અમિટ છાપ છોડી છે. તેઓ એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને રાજનીતિજ્ઞ હતાં. સમાજના તમામ વર્ગો અને રાજનીતિક વર્ગમાં તેમની પ્રશંસા થતી હતી.

He passed away at Army Hospital (R&R), Delhi Cantt yesterday. Seven-day state mourning being observed across India from 31 Aug to 6 Sept, both days inclusive. pic.twitter.com/2USc170kU8

— ANI (@ANI) September 1, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news