27 વર્ષના યુવાનને બનાવી દીધો 13 કંપનીઓનો ડાયરેક્ટર
તેમની પાસે એક વેગનઆર છે. પરંતુ કેટલા મહિના પહેલાં તેને ખબર પડી કે તે 13 કંપનીઓના ડાયરેક્ટર છે. એટલું જ નહી તેમના નામ પર 20 કરોડથી વધુ ટ્રાંજેક્શન થાય છે.
Trending Photos
નવી દિલ્હી: તમારા પાન નંબરનો ઉપયોગ કરી કેટલી મોટી છેતરપિંડી કરવામાં આવી શકે છે, આપણે તેનો અંદાજો પણ લગાવી શકતા નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક એવો ખુલાસો થયો, જેમાં એક બોગસ કંપનીએ એક 27 વર્ષીય વ્યક્તિને 13 કંપનીઓનો ડાયરેક્ટર બનાવી દીધો. અમે વાત કરી રહ્યા છીએ પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગરમાં રહેવાસી અનુજ કુમાર શ્રીવાસ્તવની. અનુજ એક ફાર્મા કંપનીમાં 25 હજરની સેલરી પર કામ કરી રહ્યો છે. તેમની પાસે એક વેગનઆર છે. પરંતુ કેટલા મહિના પહેલાં તેને ખબર પડી કે તે 13 કંપનીઓના ડાયરેક્ટર છે. એટલું જ નહી તેમના નામ પર 20 કરોડથી વધુ ટ્રાંજેક્શન થાય છે.
ઇન્ડીયન એક્સપ્રેસ અનુસાર, તેમણે આ વાતની જાણકારી ત્યારે થઇ જ્યારે આ જાન્યુઆરીમાં તેમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટે એક નોટીસ મોકલી. તેને જોતાં જ તેમના હોશ ઉડી ગયા. ત્યારબાદ તેમણે ફેબ્રુઆરીમાં દિલ્હી પોલીસ અને ઇડીમાં એક રિપોર્ટ દાખલ કરાવ્યો. તેમાં તેમણે કહ્યું, મારા પાનનો બોગસ કંપનીઓ ઉપયોગ કરી રહી છે. આ સાથે જ તેના નામે વિદેશોમાં કંપનીઓ બતાવી રહી છે.
તેમનો કેસ દિલ્હીની એક કોર્ટમાં પણ પહોંચ્યો. અહીં કોર્ટે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેંસ વિંગ (EOW)ને આદેશ કર્યો કે આ ફરિયાદ પર કાર્યવાહી કરતાં 1 સપ્ટેમ્બર સુધી ફાઇનલ રિપોર્ટ દાખલ કરે. હવે અનુજને આશા છે કે આઇટી ડિપાર્ટમેંટ હવે પોતાની ભૂલ સુધારશે. પોતાના આદેશમાં ચીફ મેટૃઓપોલિટિન મેજિસ્ટ્રેટ (સીએમએમ) સુમેધ કુમાર સેઠીએ કહ્યું, આ કેસ છેતરપિંડી અને વિશ્વાસ તોડવાનો છે. આ મામલે હળવા મૂડમાં અનુજ કહે છે કે મારા મિત્ર મને ટાયકૂન કહીને બોલાવે છે, પરંતુ વિચારો મારી જે ઇન્કમ છે, તેના આધાર પર હું 5 લાખની લોન પણ લઇ શકતો નથી. બધી બેંકો મારા આઇટી રિટર્ન જોઇને થોડા દિવસો પહેલાં મારી એપ્લિકેશન પાછી આપી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે