UPમાં SP, BSP અને કોંગ્રેસને માત આપવા ભાજપની 130 બેઠક પર વિશેષ રણનીતિ

લોકસભા 2019 ચૂંટણીને પગલે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ અને રાલોદ વચ્ચે વધી રહેલી જુગલબંધી જોતાં રાજકીય પંડિતોનું માનવાનું છે કે બદલાતી પરિસ્થિતિઓથી ભાજપ માટે ગત ચૂંટણી જેવો દેખાવ કરવો આસાન નહીં હોય. 2014 ની લોકસભાની ચૂંટણીમાં 80 લોકસભાની બેઠકોમાંથી ભાજપે તેના સાથી પક્ષો સાથે 73 બેઠકો જીતી હતી. ભાજપે એવો દાવો કર્યો છે કે યુપીમાં વિરોધ એકતા હોવા છતાં, તેને નુકસાન થશે નહીં, પરંતુ સંભવિત નુકશાનની ઘટનામાં પક્ષે તે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે જ્યાં ભાજપને ગત ચૂંટણીમાં સફળતા મળી ન હતી. 

UPમાં SP, BSP અને કોંગ્રેસને માત આપવા ભાજપની 130 બેઠક પર વિશેષ રણનીતિ

નવી દિલ્હી: લોકસભા 2019 ચૂંટણીને પગલે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ અને રાલોદ વચ્ચે વધી રહેલી જુગલબંધી જોતાં રાજકીય પંડિતોનું માનવાનું છે કે બદલાતી પરિસ્થિતિઓથી ભાજપ માટે ગત ચૂંટણી જેવો દેખાવ કરવો આસાન નહીં હોય. 2014 ની લોકસભાની ચૂંટણીમાં 80 લોકસભાની બેઠકોમાંથી ભાજપે તેના સાથી પક્ષો સાથે 73 બેઠકો જીતી હતી. ભાજપે એવો દાવો કર્યો છે કે યુપીમાં વિરોધ એકતા હોવા છતાં, તેને નુકસાન થશે નહીં, પરંતુ સંભવિત નુકશાનની ઘટનામાં પક્ષે તે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે જ્યાં ભાજપને ગત ચૂંટણીમાં સફળતા મળી ન હતી. 

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભાજપે પાંચ દક્ષિણી રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને પુંડુચેરી કુલ 130 બેઠકો પર નજર જમાવી છે. અહેવાલ મુજબ, ભાજપે આ રાજ્યોમાં પોતાની સાથે આવી શકે એવા રાજકીય પક્ષો તરફ નજર દોડાવવી શરૂ કરી છે. વાસ્તવમાં, 2014 ની સામાન્ય ચૂંટણીઓમાં, ભાજપને આ રાજ્યોમાંથી 130 માંથી 21 બેઠક મળી હતી. બીજું, કોંગ્રેસની આ રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ સારી નથી. આ સંજોગોને ધ્યાનમાં લઈને, ભાજપ તેમના માટે આ સ્થળો પર મોટી તકો જોઇ રહી છે.

આંધ્ર પ્રદેશ
આંધ્રપ્રદેશમાં, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ભાજપ સાથે હતી, પરંતુ રાજ્યના વિશેષ દરજ્જાના મુદ્દા પર તેમણે કેન્દ્ર છોડી દીધું. રાજ્યમાં વિરોધ પક્ષ વાયએસઆર કોંગ્રેસ પણ કેન્દ્ર સામે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. એવી સંભાવના છે કે ભાજપ અહીં નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાઈ શકે છે.

કર્ણાટક
કર્ણાટક રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટીના ઉદભવ છતાં, પક્ષ બહુમતીનો જાદુઇ આંક વટાવી શકી નથી. તેથી પક્ષને વિરોધમાં બેસીને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર સત્તા પર આવી હતી. પરંતુ ગઠબંધન સરકારમાં આંતરિક તણાવ ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં ફાયદાકારક ગણવામાં આવે છે. ગત ટર્મમાં પણ, ભાજપને કર્ણાટકમાં લોકસભાની સૌથી વધુ બેઠકો મળી હતી.

તમિલનાડુ
ડીએમકેના પ્રમુખ એમ કરૂણાનિધિ અને એઆઇડીએમકેના પ્રમુખ જયલલિતાના નિધન બાદે બંને પક્ષો નબળા પડ્યા છે. રજનીકાંત અને કમલ હાસન જેવા અભિનેતાઓ રાજકીય મેદાનમાં ઉભરી રહ્યા છે. બદલાતી પરિસ્થિતિઓમાં રાજ્યમાં લોકસભાની 39 બેઠકોને ધ્યાને લેતાં ભાજપ અહીં સામાજિક રાજકીય જોડતોડ કરવાના મૂડમાં છે. જોકે બંને પક્ષોની સાથે ભાજપના સંબંધો સારા જ રહ્યા છે. જ્યારે કરૂણાનિધિ બિમાર હતા ત્યારે પીએમ મોદી એમના ખબર અંતર પુછવા પણ આવ્યા હતા. કરૂણાનિધિના નિધન બાદ પણ એમને શ્રધ્ધાંજલિ આપવા માટે ગયા હતા. એ જ રીતે અટલ બિહારી વાજપેયીના નિધન બાદ ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિન અને સાંસદ કનિમોઝી દિલ્હીમાં એમને શ્રધ્ધાંજલિ આપવા આવ્યા હતા. આ જોતાં નવા રાજકીય સમીકરણોની શક્યતા નકારી શકાય એમ નથી. 

કેરલ અને તેલંગાણા
કેરલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાનો મત શેયર તો વધાર્યો છે. પરંતુ કોઇ મોટી જીત હાંસિલ નથી કરી એવામાં આવેલા પૂરની સ્થિતિમાં પણ ભાજપ પોતાનું વર્ચસ્વ વધારવામાં પણ ખાસ સફળ દેખાતું નથી. પરંતુ પાર્ટીનું માનવું છે કે, તાત્કાલિક ઘટનાઓનો પાર્ટીના ભવિષ્ય પર કોઇ પ્રભાવ પડતો નથી. આ જ રીતે તેલંગાણીને લઇને પણ ભાજપ પોતાની અનિશ્વિત સ્થિતિમાં છે. પરંતુ પાર્ટીનો દાવો છે કે તે ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં સત્તારૂઢ ટીઆરએસનો વિકલ્પ બનીને ઉભરી આવશે. જોકે રાજ્યસભા ઉપસભાપતિની ચૂંટણી બાદ ભાજપ સાથે ટીઆરએસના સંબંધોમાં થોડો સુધાર જરૂર દેખાઇ રહ્યો છે. એજ રીતે ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજેડી નેતા નવિન પટનાયકે પણ રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીમાં એનડીએને સાથ આપીને નવા રાજકીય સમીકરણોના સંકેત આપ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news