સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર પુલવામા શહીદોની યાદમાં કેન્ડલ માર્ચ, કિસાનોએ આપી શ્રદ્ધાંજલિ
સિંધુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં આંદોલનકારી કિસાનોએ કેન્ડલ માર્ચ દ્વારા દેશ માટે પોતાનો જીવ આપનાર જવાનોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ગાઝીપુર બોર્ડર અને સિંધુ બોર્ડર પર કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોએ રવિવારે સાંજે પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. ગાઝીપુરમાં કાઢવામાં આવેલી કેન્ડલ માર્ચમાં સામેલ થવા માટે કેટલાક વિદ્યાર્થી સંગઠનો પણ પહોંચ્યા હતા. કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયો હતો. સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં આંદોલનરત કિસાનોએ કેન્ડલ માર્ચ દ્વારા દેશ માટે પોતાના જીવ ગુમાવનારા જવાનોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વનું છે કે બે વર્ષ પહેલા પુલવામાંમા થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.
ટિકૈતે પુલવામાના શહીદોને આપી શ્રદ્ધાંજલિ
રાકેશ ટિકૈત (Rakesh tikait) એ કેન્ડલ માર્ચ કરી પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરી કહ્યુ, 'પાનીપલ ટોલ પ્લાઝા પર કેન્ડલ માર્ચ કરી પુલવામાં હુમલામાં શહીદ થયેલા માં ભારતીના લાલ અમર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.'
રાકેશ ટિકૈતે કરનાલમાં લાલ કિલ્લાની ઘટનાનો કર્યો ઉલ્લેખ
કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, બધુ પતાવી દીધુ હતું તે દિવસ (26 જાન્યુઆરીના દિવસે) પરંતુ આ તો ઉપર વાળાની મહેરબાની છે કે લોકો ફરીથી જોડાયા. સાથે તેમણે કહ્યું કે, એક ધાર્મિક ઝંડો લાલ કિલ્લા પર લગાવી દેશને બરબાદ કરી દીધો હતો. એવી નફરત ફેલાવી દીધઈ કે સરદાર ખુબ ખરાબ કોમ છે. તે સાથે કહેવા લાગ્યા કે કિસાન પણ ખરાબ છે. તેમણે કહ્યું કે, સીધો પાઘડી પર હુમલો કરવામાં આવ્યો. કંઈ બાકી ન રહ્યું.
બે વર્ષ પહેલા શહીદ થયા હતા 40 જવાન
14 ફેબ્રુઆરીનો દિવસ ઈતિહાસમાં જમ્મુ-કાશ્મીરની એક દુખદ ઘટનાની સાથે નોંધાયેલો છે. બે વર્ષ થયા, પરંતુ આ ઘટનાના ઘાવ આજે સુધી તાજા છે. જ્યારે આતંકવાદીઓએ આ દિવસે દેશના સુરક્ષાકર્મીઓ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. રાજ્યના પુલવામાં જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલા વાહનથી સીઆરપીએફ જવાનોની બસને ટક્કર મારી દીધી હતી, જેમાં 40 જવાન શહીદ થયા હતા તો અનેક જવાનને ઈજા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે