આનંદો...! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 3%નો વધારો

આ અગાઉ ઓગ્સ્ટ, 2018માં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના ડીએમાં 2 ટકાનો વધારો કર્યો હતો 

Updated By: Feb 19, 2019, 09:26 PM IST
આનંદો...! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 3%નો વધારો
પ્રતિકાત્મક તસવીર

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંગળવારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે વર્તમાનમાં 9 ટકા છે. 

આ અગાઉ ઓગસ્ટ, 2018માં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકા અને પેન્શનર્સના ડીયરનેસ રિલીફમાં બે ટકાનો વધારો કર્યો હતો. કેન્દ્રના આ નિર્ણયનો ફાયદો 1.1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. 

આ પહેલા કેન્દ્ર સરકારે માર્ચ 2018માં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ 5 ટકાથી વધારીને 7 ટકા કર્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનામાં ડીએમાં જે વધારો કર્યો હતો તે 7મા પગારપંચની ભલામણોને આધારે કરવામાં આવ્યો હતો. 

ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લીક...