Lander vikram News

ચંદ્ર પર 'વિક્રમ'
ચંદ્વયાન (Chandrayaan 2) નું વિક્રમ લેંડર (Vikram Lander) આજે (7 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 2 વાગે ચંદ્વમા (Moon)ની ધરતી પર લેન્ડ કરશે. તેને લઇને દુનિયાભરની નજર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) પર ટકેલી છે. ભારતમાં બાળકોથી માંડીને મોટા ચંદ્વયાન-2 ની જ ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra modi) ખૂબ ઉત્સાહિત છે. તે આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ISRO ના મુખ્યાલયમાં હાજર રહેશે. આ રોમાંચક પળને લઇને દરેક હિંદુસ્તાનીના મગજમાં અલગ-અલગ પ્રકારની વાતો ચાલી રહી છે. શું થશે કેવી રીતે લેડિંગ થશે વગેરે વગેરે. લોકોના મગજમાં ચાલી રહેલી ઉથલ પાથલને જોતાં અમે તમારા માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ, જેમાં તમે પુરી રીતે સમજી શકશો કે ચંદ્વયાન-2 (Chandrayaan 2) કેવી રીતે બન્યું, કેવી રીતે લેન્ડ કરશે વગેરે બધી જ જાણકારી.
Sep 7,2019, 1:30 AM IST
જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી
અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2)  ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.
Sep 6,2019, 19:45 PM IST

Trending news