UPની સરકારી શાળામાં શહીદોની સાથે હવે બાબા ગોરખનાથનો પાઠ ભણાવાશે

યોગી મુખ્યમંત્રી બન્યા બાદ ગોરખપુરનાં અભ્યાસક્રમથી માંડીને રાજ્યની રાજનીતિ સુધી તમામ ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે

UPની સરકારી શાળામાં શહીદોની સાથે હવે બાબા ગોરખનાથનો પાઠ ભણાવાશે

લખનઉ : યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બનતાની સાથે જ ઉત્તરપ્રદેશને એક નવી ઓળખ મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશની સરકારી સ્કુલમાં બાબા ગોરખનાથ અંગે ભણાવવામાં આવશે. સરકારી શાળાના નવા અભ્યાસક્રમમાં હવે ઉપન્યાસકાર મુંશી પ્રેમચંદ, શહીદ પં રામ પ્રસાદ બિસ્મિલ અને શહીદ બંધૂ સિંહની સાથે બાબા ગોરખનાથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કક્ષા 6,7 અને 8ના પાઠ્યક્રમમાં પરિવર્તન બાદ પુસ્તકમાં બાબા ગોરખનાથ, બાબા ગંભીરનાથ સહિત ઘણી હસ્તીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 

પુસ્તકની રંગીન છપામણી આકર્ષક લાગી રહી છે. બીજી તરફ પાઠ્યક્રમમાં ગુરૂ ગોરખનાથ, બાબા ગંભીરનાથ, સ્વામી પ્રણવાનંદ, શહીદ પં. રામ પ્રસાદ બિસ્મિલ, ક્રાંતિકારી બાબુ બંધૂ સિંહના જીવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગોરખપુરના બીએસએ ભુપેન્દ્ર નારાયણસિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કક્ષા 1થી 8 સુધીની 8 લાખથી વધારે પુસ્તક મંગાવી ચુકાઇ છે. આ પુસ્તકોને બીઆરસી કેન્દ્રોનાં માધ્યમથી વિદ્યાલયો પર મોકલવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, આ વર્ષ અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર કરાયા છે. ગુરૂ ગોરખનાથને આ વર્ષે 6ઠ્ઠા ધોરણના મહાન વ્યક્તિત્વ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. 

પુસ્તકમાં બીએસએ ભુપેન્દ્રસિંહ નારાયણસિંહે જણાવ્યું કે, પુસ્તકની સાથે સ્કુલ ડ્રેસ, કોપી પુસ્તક, જુતા, મોજાની સાતે અન્ય જરૂરી સામાન 15 જુલાઇ પહેલા વિદ્યાલયો પર ઉપલબ્ધ કરાવી દેશે.  આ પુસ્તકમાં ગોરખપુરના ચોરા ચોરા ક્ષેત્રના મહાન ક્રાંતિકારી બાબુ બંધુસિંહના જીવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકોને આલ્હા-ઉદલ, રાની અવંતીબાઇ અંગે પણ માહિતી પ્રાપ્ત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news