શહીદના પિતાની સેનાને દર્દભરી અપીલ, 'ઘાટીમાંથી આતંકવાદને ઉખાડો, નેતા સત્તા માટે જવાનોને મરાવી રહ્યાં છે'

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબને આજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે. આ અગાઉ સેનાના ઓફિસરોએ ઔરંગઝેબના પિતાની મુલાકાત કરી.

શહીદના પિતાની સેનાને દર્દભરી અપીલ, 'ઘાટીમાંથી આતંકવાદને ઉખાડો, નેતા સત્તા માટે જવાનોને મરાવી રહ્યાં છે'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબને આજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે. આ અગાઉ સેનાના ઓફિસરોએ ઔરંગઝેબના પિતાની મુલાકાત કરી. દેશ માટે પોતાનો પુત્ર ગુમાવી ચૂકેલા મોહમ્મદ હનીફના ઈરાદા હજુ પણ નબળા પડ્યા નથી. તેઓ કહે છે કે ઘાટી માટે આતંકવાદ ઘાતક છે. ઘાટીમાં તબાહી મચાવી રહેલા આતંકવાદ માટે તેઓ ત્યાંના નેતાઓને પણ જવાબદાર ગણે છે.

સેનાના ઓફિસરોને હ્રદયદ્રાવક અપીલ કરતા તેમણે કહ્યું કે સેનાએ હવે કાશ્મીરમાંથી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડીને ફેંકવો પડશે. તેમણે કહ્યું કે ઘાટીમાં નેતાઓ સત્તા માટે જવાનોને મરાવી રહ્યાં છે. પરંતુ હવે આતંકવાદ વિરુદ્ધ આકરું વલણ લેવું પડશે. તેમણે કહ્યું કે મને માત્ર મારા પુત્રના ગુમાવ્યાનું દુખ નથી. આ માત્ર મારા મારા પરિવારનું દુખ નથી.

શહીદ ઔરંગઝેબને તેના પૈતૃક ગામ સલાનીમાં સુપુર્દ એ ખાક કરવામાં આવશે. મોહમ્મદ હનીફ અને રાજ બેગમના 10 સંતાનોમાં 4 પુત્રીઓ છે. ઔરંગઝેબ ચોથા નંબરે હતો. હનીફનો મોટો પુત્ર મોહમ્મદ કાસિમ સેનામાં જ છે. જ્યારે તેના બે નાના પુત્રો મોહમ્મદ તારિક અને મોહમ્મદ શબીર સશસ્ત્ર સેનામાં સામેલ થવા માટે તૈયાર છે. તારિખે લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરી લીધી છે. 22 જૂનના રોજ થનારા મેડિકલ ટેસ્ટ માટે તે પુણેમાં હતો. શબીરે શારીરિક અને મેડિકલ પરીક્ષાને પાર કરી છે અને લેખિત પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. જે 27 જુલાઈના રોજ છે.

VIDEO: હત્યા કર્યા પહેલા આતંકીઓએ સેનાના જવાન સાથે શું કર્યું? જોઈને લોહીના આંસુ સારશો

(શહીદ ઔરંગઝેબની મૃત્યુના પહેલાની અંતિમ તસવીર)

ઔરંગઝેબના પિતાએ કહ્યું કે અમારો પરિવાર સૈનિકોનો છે. પરંતુ તેમના ઘરની અંદર ઔરંગઝેબના માતા રાજ બેગમ ખુબ દુખી છે. હનીફે કહ્યું કે 14 જૂનના રોજ સાંજે 4.30 વાગે વિસ્તારમાં તહેનાત એક સૈન્ય યુનિટ પાસેથી તેમને પુત્રના અપહરણની જાણકારી મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news