શું તમારો ફોન એકદમ ધીમો પડી ગયો છે, આ ટ્રિકથી રોકેટ જેવી થઈ જશે મોબાઈલની સ્પીડ!

એટલે કે તમે જ્યારે કોઈ વેબસાઈટને ખોલો છો, ત્યારે તે ઝડપથી લોડ થાય છે. કૈશ ઘણો સમય બચાવે છે અને બેટરીને બહુ વધારે ખર્ચ નથી કરતું. જો કે આ કૈશ સ્માર્ટફોનની સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. જોઈએ કેવી રીતે.

શું તમારો ફોન એકદમ ધીમો પડી ગયો છે, આ ટ્રિકથી રોકેટ જેવી થઈ જશે મોબાઈલની સ્પીડ!

Smartphone Run Faster: કૈશ સ્માર્ટફોનની સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. અમુક જ સેકન્ડમાં તમે કૈશને સાફ કરીને તમારા સ્માર્ટફોનને ફાસ્ટ કરી શકો છો. સ્માર્ટફોન વિના હવે કોઈને ચાલે તેમ નથી. સ્માર્ટફોન વિના એક કલાક પણ ચલાવવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે. જો કે મોટાભાગનાં યુઝર્સને ફોનની ધીમી સ્પીડ કે ફોન હેંગ થવાની સમસ્યા સતાવતી હોય છે. જેનું સૌથી મોટું કારણ છે, ફોનમાં સતત ચાલુ રહેતા એપ્સ. તમે જ્યારે પણ કોઈ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી સિસ્ટમ ફાઈલ્સ, સ્ક્રીપ્ટ અને ઈમેજ જેવા લોડેડ ડેટાને કૈશ મેમરી તરીકે સેવ કરી લે છે.

એટલે કે તમે જ્યારે કોઈ વેબસાઈટને ખોલો છો, ત્યારે તે ઝડપથી લોડ થાય છે. કૈશ ઘણો સમય બચાવે છે અને બેટરીને બહુ વધારે ખર્ચ નથી કરતું. જો કે આ કૈશ સ્માર્ટફોનની સ્પીડને ધીમી કરી દે છે. જો તમારો ફોન ધીમો છે તો તમે કૈશને સરળતાથી સાફ કરી શકો છો. જોઈએ કેવી રીતે.

Android ફોન પર કૈશને કેવી રીતે સાફ કરશો?
તમારા Android ફોન પર સેટિંગ એપમાં જાઓ.
-નીચે સ્ક્રોલ કરો તેમજ એપ્સ અને નોટિફિકેશન પર ટેપ કરો.
હવે એ એપને શોધો, જેનું કૈશ તમે ક્લિયર કરવા માગો છો અને તેના પર ટેપ કરો.
સ્ટોરેજ એન્ડ કૈશ પર ટેપ કરો
ક્લિયર કૈશ પર ટેપ કરો

- તમામ એપ્સનો Cache કેવી રીતે Clear કરશો
સેટિંગમાં જાઓ
સ્ટોરેજ કે સ્ટોરેજ એન્ડ મેમરી પર ટેપ કરો.
કેશ્ડ ડેટા પર ટેપ કરો
તમામ એપ્સનાં કૈશને ક્લિયર કરવા માટે OK પર ટેપ કરો.

બ્રાઉઝરથી કૈશ કેવી રીતે સાફ કરશો:
Google Chrome એપ કે અન્ય બ્રાઉઝર એપ ખોલો, જેનાથી તમે કૈશ ડેટાને સાફ કરવા ઈચ્છો છો.
મેનૂ ખોલવા માટ ખૂણામાં 3 ડોટ્સ આઈકોન પર ટેપ કરો
સેટિંગ્સ પર ટેપ કરો
નીચે સ્ક્રોલ કરો અને પ્રાઈવસી પર ટેપ કરો
'ક્લિયર બ્રાઉઝિંગ હિસ્ટ્રી' પર ટેપ કરો 
એ સમયગાળાને પસંદ કરો, જેના માટે તમે કૈશને સાફ કરવા માગો છો
સંચિત ચિત્ર અને ફાઈલ્સની પાસેનાં બોક્સને ચેક કરો
આ ઉપરાંત તમે અન્ય પ્રકારનાં ડેટાની પાસે સ્થિત બોક્સને પણ ચેક કરી શકો છો, જેને તમે સાફ કરવા ઈચ્છો છો, જેમ કે કુકીઝ કે બ્રાઉઝિંગ હિસ્ટ્રી
ક્લિયર ડેટા પર ટેપ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news