ભાજપના સતત આકરા પ્રહારો વચ્ચે CM મમતાએ TMCના નેતાઓને આપી ગંભીર ચેતવણી

ભારતીય જનતા પાર્ટી સાથે સીધી ટક્કરમાં ઉતરેલી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનરજીએ પોતાના નેતાઓને ચેતવણી આપી છે. સીએમ મમતાએ આંખ ફેરવીને કહી દીધુ છે કે જે પણ નેતા સરકારી યોજનાઓમાં કે કોઈ પણ પ્રકારના અન્ય ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેને જેલ મોકલી દેવામાં આવશે.

ભાજપના સતત આકરા પ્રહારો વચ્ચે CM મમતાએ TMCના નેતાઓને આપી ગંભીર ચેતવણી

કોલકાતા: ભારતીય જનતા પાર્ટી સાથે સીધી ટક્કરમાં ઉતરેલી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મમતા બેનરજીએ પોતાના નેતાઓને ચેતવણી આપી છે. સીએમ મમતાએ આંખ ફેરવીને કહી દીધુ છે કે જે પણ નેતા સરકારી યોજનાઓમાં કે કોઈ પણ પ્રકારના અન્ય ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેને જેલ મોકલી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર મુદ્દે પોતાની પાર્ટીના નેતાઓ ઉપર કાર્યવાહી કરવાથી પણ ખચકાશે નહીં. રાજ્યના મુખ્યમંત્રી બેનરજીએ આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે નદિયા જિલ્લામાં સંગઠનની એક બેઠક યોજાઈ અને તૃણમૂલ કોંગ્રેસે બેમાંથી એક લોકસભા બેઠક પર ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો. 

નદિયા જિલ્લાથી એક વરિષ્ઠ તૃણમૂલ નેતાએ કહ્યું કે અમારા પાર્ટી પ્રમુખે અમને ભ્રષ્ટાચારમાં સામેલ થવા સામે ચેતવણી ઉચ્ચારી છે અને અમને કહ્યું છે કે જો કોઈની પાસેથી 'કટ મની' લીધા હોય તો પાછા આપી દેવા. તેમણે અમને કહ્યું છે કે 'જો કોઈ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે 'કટ મની' લેતા પકડાયા તો તેની ધરપકડ થશે.'

મમતાનો ઘમંડ બંગાળના વિકાસમાં વિધ્ન નાખે છે: વિજયવર્ગીય
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આરોપ લગાવ્યો છે કે તેઓ પોતાના ઘમંડને સંતોષવા માટે રાજ્યના વિકાસમાં વિધ્ન નાખે છે. વિજયવર્ગીયએ તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ પર જનતાની સેવા કરવાની જગ્યાએ પોતાની ખુરશી બચાવવા પર વધુ ભાર મૂકવાનો આરોપ લગાવ્યો. 

જુઓ LIVE TV

ભાજપના નેતાએ પાર્ટીના કાર્યકરોને અત્રે સંબોધતા કહ્યું કે તેઓ જનતાની સેવા કરવાની જગ્યાએ પોતાની ખુરશી બચાવવામાં વધુ રસ લઈ રહ્યાં છે. તેઓ સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ, નીતિ આયોગ, વડાપ્રધાન અને કેન્દ્ર સરકારના આદેશોને પણ સ્વીકારતા નથી. તેઓ એવું વર્તન કરી રહ્યાં છે કે જાણે બંગાળ ભારતનો ભાગ નથી પરંતુ કોઈ અલગ દેશ હોય. ફક્ત પોતાના ઘમંડને સંતુષ્ટ કરવા માટે તેઓ રાષ્ટ્રના હિતોમાં વિધ્ન નાખી રહ્યાં છે. 

'ઘૂસણખોરીને પ્રોત્સાહન આપે છે મુખ્યમંત્રી મમતા બેનરજી'
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના અને અન્ય મુદ્દાઓ પર રાજકીય પક્ષ પ્રમુખો સાથે વડાપ્રધાનની બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મંગળવારે મમતાએ અસ્વીકાર્યા બાદ તેને લઈને વિજયવર્ગીયએ આ ટિપ્પણી કરી હતી. તેમણે મમતા અને તેમની પાર્ટી પર વોટ બેંકના રાજકારણ ખાતર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનો આરોપ  પણ લગાવ્યો. તેમણે કહ્યું કે હવે તેઓ બંગાળી અને તે સિવાયના લોકો વચ્ચે ભાગલાની લકીર ખેંચી રહ્યાં છે. મુસ્લિમ તૃષ્ટિકરણનું તેમનું રાજકારણ રાજ્યને પ્રભાવિત કરી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news