J&K: અનંતનાગમાં સુરક્ષાદળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, એન્કાઉન્ટર ચાલુ

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો અને એક જવાન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે.

J&K: અનંતનાગમાં સુરક્ષાદળોએ ઠાર માર્યા 2 આતંકી, 1 જવાન શહીદ, એન્કાઉન્ટર ચાલુ

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ અન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો અને એક જવાન ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ અન્કાઉન્ટર મંગળવાર સવારે અનંતનાગના બિજબહેરામાં મરહમા વિસ્તારમાં તે સમયે શરૂ થઇ જ્યારે સુરક્ષાદળો દ્વાર આતંકવાદીઓ માટે ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું.

પુલવામામાં સેનાના કાફલા પર આઇઇડીથી હુમલો, 9 જવાન અને 2 નાગરીક ઘાયલ
જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આંતવાદીઓએ સેનાના એક કાફલાને નિસાન બનાવ્યું હતું. એક વાહનમાં આઇઇડી લગાવી વિસ્ફોટ કર્યો જેમાં 9 જવાન અને બે નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં અરિહાલ-લસ્સીપોરા માર્ગ પર આતંકવાદીઓએ ઈદગાહ અરિહાલની પાસે 44 રાષ્ટ્રીય રાયફલ્સના કેટલાક વાહનોને નિશાન બનાવ્યા. આ હુમલામાં બખ્તરબંધ વાહનોમાં બેઠેલા જવાનો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જમાવ્યું કે હુમલો થતા જ સેનાના જવાનોએ તાત્કાલીક હરકતમાં આવી ગયા અને આ વિસ્તારને ઘેરી લીધો અને કોઇ બીજા હુમલાને ટાળવા માટે હવામાં ગોળી ચલાવી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે અને બધા ઘાયલોને સ્થિતિ નોર્મલ છે. શ્રીનગરથી રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જમાવ્યું કે, દળ પર હુમલાનો અસફળ પ્રયાસ થયો અને કેટલાક લોકોને સામાન્ય ઇજા થઇ અને બધા જવાનો સુરક્ષિત છે. આ જગ્યા, 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલાની જગ્યાએથી 27 કિલોમીટર દુર છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news