મગજના તાવથી 126 બાળકોના મોત, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી પર કેસ 

બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)ના કારણે 126થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. આ ઘાતક તાવનો પ્રકોપ વધી રહ્યો છે.

મગજના તાવથી 126 બાળકોના મોત, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી પર કેસ 

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુરમાં મગજના તાવ AES (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ)ના કારણે 126થી વધુ બાળકોના મોત થઈ ગયા છે. આ ઘાતક તાવનો પ્રકોપ વધી રહ્યો છે. તેને લઈને એવું કહેવાય છે કે મુખ્ય રીતે લોકોમાં આ ઘાતક તાવને લઈને જાગરૂકતા ન હોવાના કારણે તે ઝડપથી ફેલાયો છે. આ માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર બધા જવાબદાર છે. આવામાં કેન્દ્રીય અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે. સામાજિક કાર્યકર તમન્ના હાશમી તરફથી મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં દાખલ થયેલી આ ફરિયાદ મામલે 24મી જૂને સુનાવણી થશે. 

મુઝફ્ફરપુરમાં હાલ મગજના તાવના કારણે પીડિત બાળકોથી આખી હોસ્પિટલ ભરાયેલી પડી છે. બાળકોની લાશો પણ જોઈને રૂવાંટા ઊભા થઈ જાય છે. આ પ્રકોપ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રીને મુખ્ય રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેના પર 24મીએ સુનાવણી છે. કહેવાય છે કે આ ફરિયાદમાં કહેવાયું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જાગરૂકતા અભિયાન માટે કશું કરાયું નથી. આ કારણે બિહારમાં સેંકડો માસૂમોના જીવ ગયા છે. જો આ બીમારી અંગે લોકો જાગરૂક હોત તો સેંકડો પરિવારના માસૂમ બાળકોના જીવ બચ્યા હોત. 

અત્રે જણાવવાનું કે બિહારમાં AESનો પ્રકોપ છેલ્લા પાંચ વર્ષથી વકરી રહ્યો છે. આવામાં ન તો રાજ્ય સરકાર કે ન તો કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ કામ કરવામાં આવ્યું. લોકોમાં પણ જાગરૂકતા માટે કોઈ મોટી પહેલ કરાઈ નહીં. તાજેતરમાં મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું હતું કે આ વર્ષે પ્રકોપ એટલા માટે વધ્યો છે કારણ કે તેના પ્રત્યે લોકોમાં જાગરૂકતાની ઉણપ આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news