આ રાજ્યમાં 3-4 વીકનું લાગી શકે છે સંપૂર્ણ Lockdown, CM એ બોલાવી મહત્વની બેઠક
મહારાષ્ટ્રમાં (Maharashtra) શનિવારના સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લગાવવાની જાહેરાત થઈ શકે છે. આવતીકાલ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) આવાસ પર એક બેઠક યોજાવા જઈ રહી છે
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) શનિવારના સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લગાવવાની જાહેરાત થઈ શકે છે. આવતીકાલ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) આવાસ પર એક બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં ગત વર્ષની જેમ લોકડાઉન લગાવવા પર વિચાર કરવામાં આવશે.
3-4 અઠવાડીયાનું લાગશે લોકડાઉન!
લોકડાઉનના (Lockdown) નિર્ણયની ચર્ચા કરવા રાજ્યના તમામ પક્ષના નેતાઓને બોલાવાયા છે. બેઠકમાં ભાજપ, મનસે, એપીઆઈ, એસપી સહિતના ઘણા મોટા નેતાઓ સહિત મહાવિકાસ અઘાડી સરકારમાં સામેલ ત્રણેય પક્ષના નેતાઓ સામેલ થશે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યમાં 3 થી 4 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી શકાય છે. મહારાષ્ટ્રમાં હાલમાં વીકએન્ડ લોકડાઉનનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોરોના દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય, તો સરકાર ફરીથી સંપૂર્ણ લોકડાઉન કરવાનું વિચારી શકે છે.
આજથી લાગી જશે વીકેન્ડ લોકડાઉન
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં, અઠવાડિયાના 7 દિવસ નાઇટ કર્ફ્યુ અને લોકડાઉનનો આદેશ લાગુ છે. સરકારના આદેશ મુજબ શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી વીકેન્ડ લોકડાઉન શરૂ થશે, જે સોમવારે સવારે 7 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન, આવશ્યક સેવાઓમાં સામેલ ચીજો જેમ કે તબીબી, કરિયાણા, ફળ, દૂધની દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે હોટલમાંથી ફક્ત પાર્સલ સુવિધાની મંજૂરી આપવામાં આવશે.
6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ આપવા પર પ્રતિબંધ
રેલ્વે સ્ટેશન પર કોરોનાના ફેલાવાને રોકવા અને ભીડને કાબૂમાં રાખવા ભારતીય રેલ્વેએ મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત મુંબઈના 6 રેલ્વે સ્ટેશનો પર તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલ્વેના પ્રવક્તા શિવાજી સુતરે જણાવ્યું હતું કે મુંબઈના લોકનાયક તિલક ટર્મિનલ (LTT), કલ્યાણ, થાણે, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ (CSMT) પર આજથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યાંથી લાંબા અંતરની ટ્રેનો ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે