#MeToo અભિયાન પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
#MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામે આવ્યાં છે. તેમણે આજે આ અંગે ટ્વિટ કરી.
Trending Photos
નવી દિલ્હી: #MeToo અભિયાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામે આવ્યાં છે. તેમણે આજે આ અંગે ટ્વિટ કરી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તમામ લોકો મહિલાઓ સાથે સન્માન અને ગરિમા જાળવવાનો પાઠ ભણી લે. રાહુલ ગાંધીનું આ નિવેદન બોલિવૂડથી લઈને સાહિત્ય, પત્રકારત્વ જેવા ક્ષેત્રો સુધીના મોટા નામો સામે આવ્યાં બાદ આવ્યું. કોંગ્રેસ અધ્યક્ષે તેને એક મોટો મુદ્દો ગણાવ્યો છે.
રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરીને લખ્યું કે "હવે સમય આવી ગયો છે કે તમામ લોકો મહિલાઓ સાથે સન્માન અને ગરિમા જાળવવાની રીત શીખી લે. મને ખુશી છે કે આમ નહીં કરનારાઓ માટે હવે જગ્યા ખતમ થઈ રહી છે. ફેરફાર લાવવા માટે સત્યને ઝડપથી અને સ્પષ્ટ રીતે કહેવાની જરૂર છે."
#MeToo અભિયાન હેઠળ તમામ મહિલાઓ હિંમત દેખાડીને સામે આવી રહી છે અને પોતાની સાથે થયેલા શારીરિક શોષણ કરનારા પ્રભાવશાળી લોકોને બેનકાબ કરી રહી છે. રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં રાફેલ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સમાં આ કેમ્પેઈન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે આ એક ખુબ મોટો વિષય છે. હું મારી આવનારી પ્રેસ કોન્ફરન્સમાં આ વિષય ઉપર મારો મત સંપૂર્ણ રીતે રજુ કરીશ.
વાત જાણે એમ છે કે તેમને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી અને પૂર્વ સંપાદક એમ જે અકબર પર લાગેલા આરોપો ઉપર સવાલ પૂછવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે #MeToo અભિયાન હેઠળ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સંપાદક એમ જે અકબર વિરુદ્ધ અનેક મહિલા પત્રકારોએ શારીરિક શોષણના જાહેરમાં આરોપ લગાવ્યાં છે.
પત્રકાર ગજાલા વહાબે એમ જે અકબર વિરુદ્ધ પોતાના ડરામણા અનુભવોને અંગ્રેજી વેબસાઈટ ધ વાયર પર શેર કર્યા છે. પોતાની કહાણી જણાવતા ગજાલાએ કહ્યું કે એશિયન એજ અખબારમાં કામ કરવા દરમિયાન એમ જે અકબરની નજર તેમના પર પડી તો તેમની નોકરીના છેલ્લા છ મહિના નરકથી પણ ખરાબ રહ્યાં. ગજાલા વહાબ હાલ FORCE ન્યૂઝ મેગેઝીનની એક્ઝિક્યુટિવ એડીટર છે. આ સાથે જ ડ્રેગન ઓન યોર ડોરસ્ટેપ મેનેજિંગ ચાઈના થ્રુ મિલેટ્રી પાવર પુસ્તકની સહલેખિકા પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે