સરદારનો RSS પર પ્રતિબંધનો આદેશ તેમની પ્રતિમા પાસે લગાવો, કોંગ્રેસની માગણી

કોંગ્રેસે મંગળવારે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને અસલ શ્રદ્ધાંજલિ એ જ રહેશે કે આરએસએસ પરના પ્રતિબંધના તેમના આદેશને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લગાવવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા આરોપ લગાવ્યો કે ભાજપનો પોતાનો કોઈ આદર્શ નથી. તેમણે કહ્યું કે પટેલ કોંગ્રેસના હતા અને તેઓ પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યાં હતાં.
સરદારનો RSS પર પ્રતિબંધનો આદેશ તેમની પ્રતિમા પાસે લગાવો, કોંગ્રેસની માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે મંગળવારે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને અસલ શ્રદ્ધાંજલિ એ જ રહેશે કે આરએસએસ પરના પ્રતિબંધના તેમના આદેશને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લગાવવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા આરોપ લગાવ્યો કે ભાજપનો પોતાનો કોઈ આદર્શ નથી. તેમણે કહ્યું કે પટેલ કોંગ્રેસના હતા અને તેઓ પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

અત્રે જણાવવાનું કે નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સરદાર પટેલની જન્મ જયંતી પર તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 

શર્માએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જાણતા નથી કે બારડોલી સત્યાગ્રહ બાદ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ પટેલને સરદારની ઉપાધિ આપી હતી અને ચાર ફેબ્રુઆરી 1948ના રોજ પટેલે આરએસએસ પર પ્રતિબંધ લગાવવા માટે એક આદેશ હાથેથી લખીને જારી કર્યો હતો. 

તેમણે કહ્યું વડાપ્રધાન તેમની પ્રતિમા પાસે એક તાંબાની તક્તિ કે તામ્રપત્ર પર એ આદેશ લખાવે જેમાં આરએસએસ પર પ્રતિબંધનો ઉલ્લેખ અને ગુરુ ગોલવલકર વચ્ચે થયેલો પત્રાચાર હતો, એ જ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news