કોંગ્રેસે સિદ્ધુ સાથે છેડો ફાડ્યો: સરકારની પાક.નીતિને જલેબી જેવી ગણાવી
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શપથગ્રહણ સમારોહ દરમિયાન નવજોસિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાન સેના પ્રમુખને ગળે મળવાની ઘટનાને અયોગ્ય ઠેરવી હતી.
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શપથગ્રહણ સમારોહ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળવા મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ તેમની સાથે છેડો ફાડી નાખ્યો છે. જો કે સાથે સાથે કેન્દ્ર પર પણ નિશાન સાધ્યું છે. કોંગ્રેસનાં પ્રવક્તા જયવીર શેરગિલે સોમવારે કહ્યું કે, સિદ્ધું ત્યાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે નહી પરંતુ એક મિત્ર સ્વરૂપે ગયા હતા.
નવજોત સિંહ સિદ્ધું પાકિસ્તાન પંજાબના મંત્રી તરીકે અથવા કોંગ્રેસ કાર્યકર્તા તરીકે નહોતા ગયા. તેઓ ત્યાં એક મિત્ર સ્વરૂપે ગયા હતા. તેમણે જે સ્પષ્ટતા કરવાની હતી તે આપી ચુક્યા છે અને સરકારને જે કહેવાનું હતું, તે કેપ્ટન અમરિંદર સિંહ કહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે સિદ્ધુના પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળવાને અયોગ્ય ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે, દરરોજ અમારા જવાનો શહીદ થઇ રહ્યા છે. જેના આદેશ પર આ બધુ જ થઇ રહ્યું છે. તેને ગણે લગાવતા પહેલા તેમને (સિદ્ધુંને) વિચારવું જોઇતું હતું. બીજી તરફ સિદ્ધુનું કહેવું છે કે તેઓ મિત્રતાનો સંદેશ લઇને ગયા હતા.
કેન્દ્ર સરકારની કાશ્મીર અને પાકિસ્તાન નીતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની નીતિ જલેબી જેવી છે. આજ સુધી તે જ સ્પષ્ટ નથી કે કેન્દ્ર સરકારની પાકિસ્તાન નીતિ શું છે. તેણે કહ્યું કે, જ્યારે પાકિસ્તાનની વાત આવે ત્યારે તમામ પાકિસ્તાની દળો અને દેશવાસીઓએ એક સુરમાં બોલવું જોઇએ. જો કે સમસ્યા છે કે આ સરકારની પાકિસ્તાન નીતિ જલેબી જેવી છે.
શેરગીલનાં અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કરવું જોઇએ કે પાકિસ્તાન મુદ્દે તેમને નીતિ શું છે. એક તરફ પાકિસ્તાનને પાઠ ભણાવી દેવાની વાતો કરે છે તો બીજી તરફ બોલાવ્યા વગર લગ્નમાં પાકિસ્તાન જતા રહે છે. ત્યાર બાદ આઇએસઆઇના લોકોએ અહીં બોલાવવાની વાતો કરવા લાગે છે. જેથી તેમની નીતિ કોઇ સ્પષ્ટ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે