50 હજારની મદદ, 2500 પેન્શન, કાર્ડ વગર પણ રાશન... કેજરીવાલ સરકારની ચાર મોટી જાહેરાત

દિલ્હીમાં કોરોના મહામારીમાં પોતાના પરિવારજનોને ગુમાવનાર પરિવારો માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે આવા પ્રભાવિત પરિવારો માટે આર્થિક મદદનું એલાન કર્યુ છે.  

Updated By: May 18, 2021, 06:35 PM IST
50 હજારની મદદ, 2500 પેન્શન, કાર્ડ વગર પણ રાશન... કેજરીવાલ સરકારની ચાર મોટી જાહેરાત

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) એ કોરોના મહામારીના પીડિતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને દર મહિને 2500 રૂપિયાની મદદ કરવામાં આવશે, અને આ બાળકોને ફ્રી શિક્ષણ મળશે. દિલ્હીમાં જેને જરૂર છે પરંતુ કાર્ડ નથી તેવા લોકોને પણ રાશન મળશે. દરેક જરૂરીયાત મંદ લોકોને મહિનામાં 10 કિલો રાશન મળશે. 

તો એવા બાળકો જેના માતા-પિતા બન્નેનું મોત કોરોનાને કારણે થથુંય છે તેને અભ્યાસ દિલ્હી સરકાર કરાવશે. તો જેના ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ કોરોનાને કારણે રહ્યા નથી તેને પેન્શન આપવામાં આવશે. કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

કાર્ડ વગર પણ મળશે રાશન
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે, પાછલા વર્ષની જેમ દરેક ગરીબોને ફ્રી રાશન આપવામાં આવશે, જેની પાસે કાર્ડ નથી તેને પણ મળશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં 72,00,000 રાશન કાર્ડ ધારકોને આ મહિનાથી ફ્રી રાશન આપવામાં આવશે, તેના પૈસા લેવામાં આવશે નહીં. કેન્દ્ર તરફથી પણ આ રાશન કાર્ડ ધારકોને 5 કિલો ફ્રી અનાજ મળી રહ્યું છે. હવે તેને મહિને 10 કિલો ફ્રી રાશન મળશે.

આ પણ વાંચોઃ corona: છેલ્લા 15 દિવસમાં દેશમાં ઘટી કોરોનાની ગતિ, રિકવરી રેટ વધ્યોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

50 હજાર રૂપિયાનું મળતર આવશે દિલ્હી સરકાર
પ્રત્યેક પરિવારને જેમાં કોઈનું કોરોનાને કારણે નિધન થયુ છે, તેને વળતરના રૂપમાં 50 હજાર રૂપિયા આપવામાં આવશે. કેજરીવાલે કહ્યુ કે, એવા ઘણા લોકો છે જે ગરીબ છે, તેનું રેશન કાર્ડ બની શક્યુ નથી. આવા લોકોને દિલ્હી સરકાર રાશન આપશે. તેની પાસે કોઈ પ્રકારના દસ્તાવેજની માંગ કરવામાં આવશે. એવા બાળકો જેના માતા-પિતાનું કોરોનાને કારણે નિધન થયુ છે અને બાળકો અનાથ થઈ ગયા છે. તેવા બાળકોને દર મહિને 25 વર્ષની ઉંમર સુધી 2500 રૂપિયા આપવામાં આવશે. તેમના અભ્યાસની વ્યવસ્થા સરકાર કરશે. 
 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube