Coronavirus Good News: કોરોનાની ચોથી લહેર વચ્ચે ચિંતા કરવાની જરૂર નથી, જાણો આ મોટી ખુશખબર
Trending Photos
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, આ વચ્ચે કોરોના સંબંધિત એક હકારાત્મક માહિતી સામે આવી છે. ભારતમાં કોવિડના બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે તેવું INSACOG એ કહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટથી ચેપમાં કોઈ વધારો દેખાયો નથી. કે દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી..
રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ પર નજર:
શંકાસ્પદ રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ સાથે ચેપ અંગ પણ નજર રખાઈ રહી છે..કોવિડ-19 કેસની સંખ્યામાં સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો છે.સાથે મૃત્યુદરમાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે.
XE અને XD નાવેરિઅન્ટ્સ પર નજર:
XE અને XD પર બાજ નજર રાખવામાં આવી રહી છે.. XD, જેમાં ડેલ્ટા જીનોમમાં સમાવિષ્ટ ઓમિક્રોન એસ જીન છે. તે મુખ્યત્વે ફ્રાન્સમાં જોવા મળે છે.
ભારતમાં કોવિડના રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ ઓછા:
ભારતમાં કોવિડના બહુ ઓછા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે.અત્યાર સુધી, કોઈએ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સમિશન અથવા હોસ્પિટલમાં દાખલ થવાના કેસોમાં કોઈ વધારો નોંધાયો નથી.
XE એ BA.1 અને BA.2 નું રિકોમ્બિનન્ટ:
BA.1 અને BA.2 XE નું રિકોમ્બિનન્ટ છે, જેમાં BA.2 થી સંબંધિત S જીન સહિત મોટાભાગના જીનોમનો સમાવેશ થાય છે. XE ઝડપથી ફેલાય છે.
INSACOG કરે છે આ કામ:
આંતરરાષ્ટ્રીય મુસાફરોના સેમ્પલના સિક્વન્સિંગ દ્વારા દેશભરમાં SARS-CoV-2 નું જીનોમિક INSACOG સર્વેલન્સ કરે છે. INSACOGએ 8 એપ્રિલ સુધીમાં 2,05,807 નમૂનાઓ તપાસ્યા..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે