Herpes Simplex Virus: Corona થી સાજા થયેલા લોકો માટે ખતરો, દેશમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ

ગાઝિયાબાદ (Coronavirus) માં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં (Herpes Simplex Virus) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
 

Herpes Simplex Virus: Corona થી સાજા થયેલા લોકો માટે ખતરો, દેશમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ

નવી દિલ્હીઃ કોરોના મહામારી (Coronavirus) ની બીજી લહેરે દેશને અનેક ઝટકા આપ્યા છે. આ લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો. જેણે દેશમાં કહેર મચાવી દીધો હતો. 

ગાઝિયાબાદમાં મળ્યો દુર્લભ કેસ
હવે ગાઝિયાબાદ (Coronavirus) માં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં (Herpes Simplex Virus) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરોનો દાવો છે કે આ વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ છે. ડોક્ટરોનું કહેવું છે કે આ વાયરસ સૌથી ઘાતક છે અને જલદી તેના પર કાબુ નહીં કરવામાં આવે તો તબાહી મચાવી શકે છે. 

નાકમાં મળ્યો ખતરનાક વાયરસ
ગાઝિયાબાદના ડો. બીપી ત્યાગીએ કહ્યુ કે, તેમની હોસ્પિટલમાં કોરોનાથી સાજો થયેલો એક દર્દી દાખલ થયો છે. આ દર્દીના નાકમાં આ વાયરસ (Herpes Simplex Virus) મળ્યો છે. તેમણે કહ્યું કે, આ ખુબ ખતરનાક વાયરસ છે. જો તેની સારવાર અને નિયંત્રણમાં વિલંબ કરવામાં આવ્યો તો તે કોરોના વાયરસથી પણ ઘાતક હોઈ શકે છે. 

ડો. ત્યાગીએ કહ્યુ કે, દર્દીની સાવચેતી સાથે સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ વાયરસ  (Herpes Simplex Virus) ના સંક્રમણની સારવાર ખુબ મોંઘી છે. તેથી તેનો ખર્ચ બધા ઉઠાવી શકે નહીં. 

કોરોનાથી સાજા થયેલા લોકોમાં ખતરો
ડોક્ટર ત્યાગીએ કહ્યુ કે, જે લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે, તે સાવચેત રહે. સંક્રમણને કારણે તેની ઇમ્યુન સિસ્ટમ પહેલાથી નબળી પડી છે. તેથી તે હાલ ભોજન, આરામ પર ધ્યાન આપે અને હેવી એક્સરસાઇઝ કે ભાગદોડ ન કરે. આમ કરવાથી તે બીજી બીમારીને આમંત્રણ આપી શકે છે. 

જાણકારી પ્રમાણે કોરોનાથી સાજા થયેલા લોકો અન્ય હેલ્થ સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કોઈને કાનમાં સાંભળવામાં સમસ્યા આવી રહી છે તો કોઈના બીપીનું લેવલ વધી ગયું છે. કોઈના શરીરમાં લોહી ગંઠાવાની ફરિયાદ આવી રહી છે. ડોક્ટરોને શંકા છે કે દેશમાં હેલ્થ સાથે જોડાયેલા દુર્લભ મામલા વધવા પાછળ ડેલ્ટા વેરિએન્ટનો હાથ હોઈ શકે છે. 

તમારી રોગપ્રતિકારક શક્તિ પર આપો ધ્યાન
ડોક્ટરો અનુસાર કોવિડથી સાજા થયેલા દર્દીઓ જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. અથવા તે કોઈ બીમારીથી પીડિત હોય, તો તેમાં હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ  (Herpes Simplex Virus) હોવાની આશંકા સૌથી વધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news