ચાલુ બાઈકે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, આગળ આવીને પ્રેમીને કરી લીધુ ચુંબન, VIDEO વાઈરલ

દિલ્હીના ટ્રાફિકવાળા રસ્તા પર એક કપલે જોખમી સ્ટંટ કરીને છડે ચોક પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. જો કે આ પ્રેમ જોખમી સ્ટંટ કરીને કર્યો જેમાં છોકરી બાઈક પર છોકરાની આગળ આવી ગઈ અને તેને કિસ કરવા લાગી.

ચાલુ બાઈકે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, આગળ આવીને પ્રેમીને કરી લીધુ ચુંબન, VIDEO વાઈરલ

દિલ્હીના ટ્રાફિકવાળા રસ્તા પર એક કપલે જોખમી સ્ટંટ કરીને છડે ચોક પોતાનો પ્રેમ પ્રદર્શિત કર્યો. જો કે આ પ્રેમ જોખમી સ્ટંટ કરીને કર્યો જેમાં છોકરી બાઈક પર છોકરાની આગળ આવી ગઈ અને તેને કિસ કરવા લાગી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થયો છે. 

ચોંકાવનારી વાત એ છે કે આ કપલે આ સ્ટંટ એવા સમયે કર્યો કે જ્યારે રસ્તા પર ટ્રાફિક સારા એવા પ્રમાણમાં હતો. કપલે પશ્ચિમી દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં આ સ્ટંટ કર્યો અને આ દરમિયાન યુવક પૂરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો. 

— HGS Dhaliwal IPS (@hgsdhaliwalips) May 2, 2019

પોલીસ ઓફિસર એચજીએસ ધલિવાલે ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે રાજૌરી ગાર્ડન ક્રોસિંગ પાસેનો નજારો. મોટર વ્હિકલ એક્ટમાં નવી કલમની જરૂર.

— HGS Dhaliwal IPS (@hgsdhaliwalips) May 4, 2019

જુઓ LIVE TV

કપલનો આ વીડિયો જોઈને આમિર ખાન અને રાણી મુખરજીની ફિલ્મ ગુલામનું એક ગીત યાદ આવી જાય. 1998માં આવેલી આ ફિલ્મ ગુલામમાં રાણી મુખરજી અને આમિરે પણ કઈંક આવો જ સ્ટંટ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news