1964 બાદ લેફ્ટ પર સૌથી મોટુ સંકટ: જો કે બોસ યેચુરીને મળશે રાહત

2011માં પશ્ચિમ બંગાળ અને હવે ત્રિપુરામાં માકપાનાં નેતૃત્વમાં ડાબેરીઓની હારને 1964 બાદનાં સૌથી મોટા રાજકીય અસ્તિત્વ તરીકે જોવાઇ રહ્યું છે

1964 બાદ લેફ્ટ પર સૌથી મોટુ સંકટ: જો કે બોસ યેચુરીને મળશે રાહત

ત્રિપુરા : ત્રિપુરામાં 25 વર્ષ બાદ વામ મોર્ચેની સરકારનું સત્તાથી બહાર થવાનું લેફ્ટ માટે કોઇ આઘાતથી ઓછું નથી. એવું એટલા માટે કારણ કે હવે માત્ર કેરળ જ એવું રાજ્ય બચ્યું છે જ્યાં લેફ્ટની સરકાર છે. 2011માં પશ્ચિમ બંગાળ અને હવે ત્રિપુરામાં માકપા (સીપીએમ)નાં નેતૃત્વમાં વામ મોર્ચાની હારને 1964 બાદ રાજકીય અસ્તિત્વની દ્રષ્ટીએ લેફ્ટ માટે સૌથી મોટુ સંકટ માનવામાં આવી રહ્યું છે. 1964માં અવિભાજીત ભાકપા (સીપીઆઇ)માં વિભાજનનાં સમયે પણ લેફ્ટનાં અસ્તિત્વ પર સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યા છે. 
સીતારામ યેચુરી
આ પરાજય બાદ માકપાએ ફરીથી અવાજો ઉઠવા લાગ્યા છે કે રાજકીય દુશ્મન નંબર એક ભાજપને હરાવવા માટે કોંગ્રેસ જેવા સેક્યુલર દળોની સાથે સમજુતી અથવા ગઠબંધન કરવાની જરૂર છે. હાલની મુલાકાતમાં તે માકપા જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીની લાઇન છે. તે ઇચ્છે છે કે, 2019માં ભાજપને હરાવવા માટે લેફ્ટને કોંગ્રેસની સાથે સહયોગ કરવાથી દુર ન રહેવું જોઇએ. આ જાન્યુઆરીમાં કોલકાતામાં આયોજીત પાર્ટીની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં તેમણે આ આશય સંબંધી પોતાનાં ડ્રાફ્ટને પણ રજુ કર્યું. તે ઉપરાંત યેચૂરીને લેફ્ટની બંગાળ યૂનિટનું સમર્થન પ્રાપ્ત હતું. જો કે પ્રકાશ કરાત જુથનાં વિરોધનાં કારણે તેમનો આ પ્રસ્તાવ અસ્વીકૃત થઇ ગયો. હતાશ યેચુરીએ રાજીનામાની રજુઆત કરી દીધી હતી જો કે કમિટીએ તેમનાં જનરલ સેક્રેટરી પદ પરથી રાજીનામું સ્વિકાર્યું નહી અને તેમનાં પદ પર યથાવત્ત રહેવા માટેનો આગ્રહ કર્યો. 
પ્રકાશ કરાત
માકપાનાં પુર્વ જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત જુથનું કહેવું છે કે, પાર્ટીને કોંગ્રેસ સાથે તાલમેલ કરવાની જરૂર નથી. તેની પાછળ તેમનો તર્ક છે કે ભલે આ પ્રકારની સમજુતી રાષ્ટ્રીય સ્તર પર હશે પરંતુ કેરળ, ત્રિપુરા અને બંગાળ જેવા રાજ્યોમાં અત્યાર સુધી કોંગ્રેસની વિરુદ્ધ જ લેફ્ટનો સંઘર્ષ રહ્યો છે. બીજી વાર ગત્ત બંગાળ ચૂટણીમાં લેફ્ટ અને કોંગ્રેસે પરોક્ષ રીતે સહયોગ કર્યો પરતુ જનતાએ તેનો સ્વિકાર નથી કર્યો. એટલા માટે કરાત જુથનું કહેવું છે કે, લેફ્ટને પોતાનાં દમ પર વિકલ્પ આપવા માટેની રજૂઆત કરવી જોઇએ. માણિક સરકારનાં નેતૃત્વમાં ત્રિપુરા અને કેરળ યૂનિટની લાઇનની જ સમર્થક માનવામાં આવે છે. 
બદલાઇ રહેલું વલણ
જો કે હવે મણિક સરકારનાં નેતૃત્વમાં ત્રિપુરામાં લેફ્ટનાં પરાજય બાદ ફરીથી કોંગ્રેસ જેવા સેક્યુલર દળોની સાથે તાલમેલની માંગ પાર્ટીની અંદરથી ઉઠવા લાગી છે. આ અવાજ આગામી દિવસોમાં વધારે મજબુત થઇ શકે છે, કારણ કે એપ્રીલમાં માકપાનું વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય અધિવેશન થવા જઇ રહ્યું છે. આ અધિવેશનમાં પાર્ટીની ભવિષ્યની રાજનીતિક લાઇન સંબંધી ડ્રાફ્ટ પર મહોર લાગશે. એવામાં ત્રિપુરા પરાજય બાદ બદલતા રાજકીય ઘટનાક્રમ અને રાજનીતિક વજુદ સંકટ સામે જઝુમી રહેી માકપાની એપ્રીલમાં યોજાવા જઇ રહેલી બેઠકમાં સીતારામ યેચુરીનાં વ્યાવહારિક સૈદ્ધાંતિક લાઇન સંબંધી ડ્રાફ્ટને અપનાવવાથી ઇન્કાર કરવો થોડો મુશ્કેલ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news