મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને CWC ની લીલીઝંડી, આવતીકાલે મુંબઇમાં લેવાશે નિર્ણય

મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવવાને લઇને કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કરી લીધો છે. ગુરૂવારે કોંગ્રેસ કાર્યકારિણી (સીડબ્લ્યૂસી)ની બેઠક થઇ, જેમાં શિવસેનાની સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધનના મુદ્દા પર ચર્ચા થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીએ શિવસેના સાથે ગઠબંધનને લીલીઝંડી આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને CWC ની લીલીઝંડી, આવતીકાલે મુંબઇમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવવાને લઇને કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કરી લીધો છે. ગુરૂવારે કોંગ્રેસ કાર્યકારિણી (સીડબ્લ્યૂસી)ની બેઠક થઇ, જેમાં શિવસેનાની સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધનના મુદ્દા પર ચર્ચા થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીએ શિવસેના સાથે ગઠબંધનને લીલીઝંડી આપી દીધી છે. કાર્યકારિણીની બેઠક બાદ મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ''અમે એનસીપી સાથે અમારી વાતચીત વિશે સીડબલ્યૂસીને જાણકારી આપી છે.'' 

તો બીજી તરફ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે અમે મહારાષ્ટ્રની તાજેતરની રાજકીય સ્થિતિ વિશે સીડબ્લ્યૂસીના સભ્યોને અવગત કરાવ્યા છે. આજે પણ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચર્ચા ચાલુ રહેશે. મને લાગે છે કે આવતીકાલે મુંબઇમાં કદાચ તેના પર નિર્ણય થઇ જશે. 

તમને જણાવી દઇએ કે ત્રણેય પાર્ટીઓની શુક્રવારે (22 નવેમ્બર)ના રોજ મુંબઇમાં એક બેઠક થઇ છે, જ્યાં ગઠબંધનની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસ-એનસીપી વચ્ચે બુધવારે પાંચ કલાક લાંબી બેઠક ચાલી હતી. જે લગભગ મધરાત્રે પુરી થઇ હતી અને ત્યારબાદ ફોન પર શિવસેના સાથે એક ન્યૂનતમ શેર કાર્યક્રમ પર સહમતિ બની હતી. 

તમને જણાવી દઇએ કે સરકાર ગઠન અને સંસદના શિયાળુ સત્રને લઇને ગુરૂવારે સવારે 9:30 વાગે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાર્ટીની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના ઘરે 10 જનપથ આયોજિત કરવામાં આવી છે. બેઠકમાં સામેલ થવા માટે કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, અંબિકા સોની,અહમદ પટેલ, એકે એંટની સહિત અન્ય કોંગ્રેસના નેતા 10 જનપથ પહોંચ્યા છે. 

— ANI (@ANI) November 21, 2019

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો એવું લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના અને એનસીપી સાથે ગઠબંધનને લીલીઝંડી આપી ચૂકી છે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પણ બુધવારે કહ્યું હતું કે આશા કરી રહ્યા છીએ કે જલદી મહારાષ્ટ્રમાં સરકાર બનશે. કેટલીક બારીકાયોની પુરી કરવાની જરૂર છે. અનુમાનોને હવા આપતાં શિવસેના રણનિતીકાર સંજય રાઉતે કહ્યું કે જલદી જ ગુડ ન્યૂઝ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news