Cyber Crime: ડોક્ટરે ઓનલાઈન સમોસા ઓર્ડર કર્યાં, એક ભૂલ કરી અને ખાતામાંથી ઉડી ગયા 1.40 લાખ રૂપિયા

Online Loot: ડોક્ટરે પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા માટે આશરે 25 સમોસાનો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ સમોસાનો ઓર્ડર તો થઈ ગયો પરંતુ ડોક્ટરે લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

Cyber Crime: ડોક્ટરે ઓનલાઈન સમોસા ઓર્ડર કર્યાં, એક ભૂલ કરી અને ખાતામાંથી ઉડી ગયા 1.40 લાખ રૂપિયા

મુંબઈઃ Price Of Online Samosa: પેમેન્ટ માટેની ઓનલાઈન પ્રક્રિયા જેટલી સરળ અને સુવિધાજનક બની ગઈ છે, કેટલીકવાર તેના જોખમો પણ સામે આવે છે. લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે. આ કડીમાં મુંબઈથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ડોક્ટરે 25 સમોસા ઓનલાઈન મંગાવ્યા હતા, પરંતુ ડોક્ટરે એવી ભૂલ કરી કે સમોસાની કિંમતની સાથે જ તેના ખાતામાંથી આખા 1.40 લાખ રૂપિયા નીકળી ગયા. જ્યારે ડોક્ટરના બેંક ખાતામાંથી મેસેજ આવવા લાગ્યા તો તેને ભૂલનો અહેસાસ થયો.

તરત જ પાછા બોલાવ્યા
હકીકતમાં આ સમગ્ર મામલો મુંબઈનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની KEM હોસ્પિટલની છે. અહીંના એક 27 વર્ષીય ડૉક્ટરે પોતાના અને તેના સાથીદારો માટે રેસ્ટોરન્ટમાંથી 25 સમોસા ઓનલાઈન મંગાવ્યા. ઓર્ડર આપ્યા બાદ તેના ખાતામાંથી સમોસાની કિંમત તરીકે 1500 રૂપિયા કાપી લેવામાં આવ્યા હતા. તેમના ખાતામાંથી પૈસા કપાતાની સાથે જ સાયબર ઠગ સક્રિય થઈ ગયા. તેમને તરત જ ફરી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે અમને તમારું પેમેન્ટ મળ્યું નથી.

બેન્કમાંથી શરૂ થયા મેસેજ
તેમને જણાવવામાં આવ્યું કે બીજા નંબર પર અમારી પેમેન્ટ રિક્વેસ્ટ સ્વીકાર કરો, એક લિંક મોકલવામાં આવી રહી છે. ડોક્ટરે ઓકે કહી બીજીવાર પૈસા મોકલવાની હા પાડી દીધી. અહીં ડોક્ટરે મોટી ભૂલ કરી દીધી. જ્યારે ડોક્ટરે આ લિંક પર પેમેન્ટ કર્યું તો તેમના એકાઉન્ટમાંથી પહેલા 28,000 કટ થઈ ગયા. ત્યારબાદ બેન્કના મેસેજ શરૂ થઈ ગયા. જ્યારે ડોક્ટરને ખબર પડી તો ખાતામાંથી 1.40 લાખ રૂપિયા ઉડી ગયા હતા.

ઘટનાની તપાસ શરૂ
જ્યાં સુધી ડોક્ટરે પોતાનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવ્યું, ત્યાં સુધી ગેંગે તેમના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ વચ્ચે ડોક્ટરે તત્કાલ મુંબઈ પોલીસની એક બ્રાન્ચમાં સાઇબર શિકારનો કેસ દાખલ કરાવ્યો છે. તેમણે તે રેસ્ટોરન્ટને કોલ પણ કર્યો જ્યાં સમોસાનો ઓર્ડર આપ્યો હતો. હવે પોલીસે આ મામલામાં તપાસના આદેશ આપ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news