રાશિફળ: વેપારી મિત્રોને આજે નિરસતા સાંપડે, વાહન અકસ્માતથી સાવચેત રહેજો

રાશિફળ: વેપારી મિત્રોને આજે નિરસતા સાંપડે, વાહન અકસ્માતથી સાવચેત રહેજો

માતા-પિતાને ફરિયાદ હોય કે સંતાન અમારું માનતા નથી. ---- ખરાબ સોબતે ચઢી ગયા છે ---- કોઈ વ્યસને ચઢી ગયા હોય તે ---- એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માનની ભાવના નથી ---- યુવા સંતાન હોય તે કારકિર્દી પ્રત્યે ગંભીર ન હોય આ પ્રકારની સમસ્યાનું નિવારણ કેવી રીતે થઈ શકે તે માટે આજે કેટલાક ઉપાય આપી રહ્યો છું ---

  1. ઘરમાં નાના લાલજી પધરાવજો. તેની સેવા પૂજા કરજો
  2. ઘરમાં બે સમયે દેવને થાળ ધરાવજો. એટલે કે કંઈ વિશેષ કરવાનું નથી પણ તમે જે બનાવો તે જ વાનગી ભગવાનને ધરાવવી ત્યારબાદ તમારે ભોજન કરવું.
  3. વર્ષમાં એક વખત તમારા સંતાનના વજન જેટલો ગોળ ગણપતિને ધરાવી કોઈ અનાથ આશ્રમમાં દાન કરવો.

આ ત્રણ ઉપાય અવશ્ય કરજો. ઉપાય કરતી વખતે આપનો શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરજો. આપની સમસ્યાનું નિવારણ થવા લાગશે.

આજનું પંચાંગ

તારીખ

20 ઓગસ્ટ, 2018 સોમવાર

માસ

શ્રાવણ સુદ દશમ

નક્ષત્ર

જ્યેષ્ઠા

યોગ

વૈધૃતિ

ચંદ્ર રાશી

વૃશ્ચિક (ન,ય)

  1. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શિવાષ્ટકંનો પાઠ કરી શકાય, બિલ્વાષ્ટકં બોલીને શિવજીને બિલિપત્ર ચઢાવવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રનો જાપ અવશ્ય કરવો.
  2. આજે રવિયોગ અહોરાત્ર છે. વળી, કુમારયોગનો પ્રારંભ પણ રાત્રે 9.43 વાગે પ્રારંભ થઈ જશે.

મેષ (અલઈ)

  1. મન ઊંડા વિચારોમાં ગરકાવ રહે
  2. શરદી અને છીંક આવવાની સમસ્યા થઈ શકે
  3. આપના શ્વસુરપક્ષે આપ થોડી મુંઝવણ અનુભવી શકો

વૃષભ (બવઉ)

  1. તપ અને સાધનાના યોગ પણ નિર્માયા છે
  2. કલાક્ષેત્રે આપની નિપુણતા ખિલી ઊઠે
  3. બપોર પછી ઉશ્કેરાટમાં વધારો થઈ શકે છે

મિથુન (કછઘ)

  1. પીઠના દુઃખાવાથી સાવધાન રહેજો
  2. આપની ભાષા આપના માટે શત્રુનું કાર્ય કરી શકે છે
  3. પ્રતિપક્ષનો આજે સહકાર અવશ્ય મળશે, વિદ્યાર્થી મિત્રો માટે આજે સફળતાનો દિવસ છે

કર્ક (ડહ)

  1. પરિવારના વડીલ વ્યક્તિની તબિયતનો પ્રશ્ન સતાવે
  2. આપના બોસનું સ્થાનપરિવર્તન દેખાય છે
  3. આજે ઠંડુ ભોજન કરવાથી ચેતજો. એટલે કે ઠંડાપીણા, આઈસ્ક્રીમ, લસ્સી વગેરે લેવામાં સંયમ જાળવજો

સિંહ (મટ)

  1. વાહન અકસ્માતથી સાવચેત રહેજો
  2. માતાનું આરોગ્ય અવશ્ય સાચવવું
  3. આપના સૂવાના સ્થાનમાં ભેજ અથવા નળ ટપકવાની સમસ્યા સર્જાઈ શકે છે

કન્યા (પઠણ)

  1. ટૂંકી પણ ઉચાટભરી મુસાફરી થઈ શકે છે
  2. પરિવારમાંમહેમાનની પધરામણી થઈ શકે છે
  3. મિત્રો તમારી સાથે ગણતરીબાજ બને તે નવાઈ નહીં

તુલા (રત)

  1. ખર્ચ ઉપર હજુ કાબૂ નથી આવતો
  2. પૈસા આવશે એવા જશે પણ ખરા
  3. જૂનું વાહન વેચી નવું વાહન વસાવવાના યોગ છે

વૃશ્ચિક (નય)

  1. સંબંધોમાં આજે ઉણપ આવતી જણાય
  2. માથાના દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે
  3. ધનસ્થાન પ્રબળ દેખાય છે

ધન (ભધફઢ)

  1. સૈદ્ધાંતિક રીતે સાચા હોવ પણ ચૂપ રહેવું
  2. પિતાના સંબંધમાં થોડી મુશ્કેલી જણાય છે
  3. વેપારી મિત્રોને આજે નિરસતા સાંપડે

મકર (ખજ)

  1. સંતાન અને જીવનસાથી એમ બેઉ તરફથી પ્રેમ મળે
  2. ઇચ્છાપૂર્તિ પણ થઈ શકે છે
  3. રાત્રિના સમયે થોડો ઉચાટ થઈ શકે છે

કુંભ (ગશષસ)

  1. આજે કોઈની સહાય લેવામાં શરમ ન રાખતા
  2. વાસનાનો ક્ષય દેખાય છે
  3. ધ્યાન અને ભક્તિમાં મન પરોવાય તેવું બને

મીન (દચઝથ)

  1. રાત્રિના સમયે જુદા જુદા સ્વપ્ન આવે
  2. મન થોડું ગૂંચવાય પણ ખરું
  3. સમાધિ જેને આપણે અધ્યાત્મની પરમ સ્થિતિ કહીએ છીએ તેની સામીપ્ય પણ મળે.
  4. આપની રાશીમાં હું કોઈ અશુભ આજે જોતો નથી.

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news