ડિયર જિંદગી: ગુસ્સાનું આત્મહત્યા તરફ વળી જવું!
રોડ અકસ્માત મોટાભાગે દિમાગમાં ચાલી રહેલા આવા સ્પીડ બ્રેકરનું પરિણામ હોય છે, જેનો જન્મ ઘર, સંબંધોની અથડામણથી થયો છે.
Trending Photos
તેઓ મિત્રના મિત્ર છે. તેમની છબી એક એવી વ્યક્તિ તરીકે છે, જે હંમેશા શાંત રહે છે. ક્યારેય ગુસ્સામાં જોવા મળતા નથી. દરેક વાત પર તેમનો જવાબ એવો હોય જેવો તમારે જોઈતો હોય. આથી જો ત્યારેક તેમના અવાજમાં ગુસ્સો જોવા મળે તો મને ચિંતા થાય છે.
થોડા દિવસ પહેલા આવું જ થયું. મને તેમના અવાજમાં ચિંતાથી વધારે ગુસ્સો જોવા મળ્યો. અમે જલદી મળવાનો નિર્ણય લીધો. આ મુલાકાતમાં તેમણે જે જણાવ્યું તે ખુબ જ વધારે ડરામણું, ચિંતામાં નાખનારું અને સાથે સજાગ કરનારું પણ રહ્યું. કારણ કે આવું આપણામાંથી ગમે તેની સાથે થઈ શકે છે.
સજગ શાસ્ત્રીને થોડા દિવસ અગાઉ તેમના બોસ સાથે અણબનાવ થયો. બંને વચ્ચે કટુતા એટલી વધી ગઈ કે સજગે રાજીનામું આપી દેવાનું નક્કી કરી નાખ્યું. આ બધામાં સજગને સૌથી વધુ દુ:ખ એ વાતનું હતું કે તેમને જે વચન આપવામાં આવ્યું હતું, તેને માત્ર નિભાવવાની જ ના પાડી તેવું નહતું, પરંતુ હવે તેમની પાસે જે સોનેરી તક સામે આવી રહી હતી, તેના પ્રત્યે પણ અનાદર પ્રગટ કરવામાં આવ્યો.
સજગ તેનાથી ખુબ જ વ્યથિત થયા. કારણ કે તેમણે બોસના કહેવા પર જ વર્ષ પહેલા સારો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. સજગે તેમને કશું કહ્યું નહીં પરંતુ તેમનો ગુસ્સો શાંત થવાનું નામ જ નહતો લેતો. કૌટુંબિક જવાબદારીઓના કારણે એ પણ શક્ય નહતું કે પોતાની સામે બીજો વિકલ્પ ન હોવા છતાં તે નોકરી છોડી દે.
આવામાં અચાનક તેમની પોતાના ગામ જવાની ટિકિટ કન્ફર્મ થઈ નહીં. તેમને લાગ્યું કે દરેક જગ્યાએ તેમને મનગમતું કામ થતું નથી, પરેશાની ક્યાં, શું છે! સ્પષ્ટ છે કે ગામમાં તેમણે બધાને પોતે આવશે તેવું વચન આપ્યું હતું. તેમની અંદર ઓફિસનો ગુસ્સો શરીરના મેલની જેમ જામી ગયો. આખરે મેલ શું છે, તે ત્વચા પ્રત્યે આપણી અવગણના જ છે.
અચાનક સજગે પોતાની નવી કાર, જેને ચલાવવામાં તેઓ સ્વયંને દક્ષ કહેવામાં આજે પણ સંકોચ કરશે, લગભગ 1200 કિમી લાંબા અંતર માટે રસ્તા પર ઉતારી. એક્સપ્રેસ વે, ભારે ભરખમ ટ્રાફિક વચ્ચે, ટ્રકના જોરદાર હોર્નથી પણ જે માણસ ચોંકી જતો હોય તેણે આ મુસાફરી કરી લેવાનું નક્કી કરી નાખ્યું.
ગામ જવા-આવવા માટે 'રસ્તા'ની પસંદગીના નિર્ણયને તમે માત્ર એક નિર્ણય સમજશો, તો સમજી નહીં શકો. અહીં જરા થોભીને વિચારો કે તેમણે ગુસ્સામાં એક એવો નિર્ણય લીધો, જે તેઓ સામાન્ય હોય તો ક્યારેય લેત નહીં! કારણ કે આ અગાઉ જ્યારે પણ આવી તક આવતી, તેઓ કહેતા કે 'હજુ અનુભવ નથી, કોઈ પ્રકારે શહેરમાં જતા રહીશું, તે જ પુરતું છે.'
પરંતુ આ બધુ જાણવા છતાં પણ જો આમ થયું, તો તેનું કારણ એ જ છે કે ક્યારેક ક્યારેક ગુસ્સાની છાયામાં, નિરાશા, ઠગાઈ ગયાના ભાર વચ્ચે આપણે પોતાની જાતને એવી વસ્તુઓથી સાબિત કરવામાં લાગીએ છીએ કે જેનાથી આપણી મૂળ યોગ્યતાને કોઈ સંબંધ હોતો નથી. આમ કરીને આપણે ગુસ્સાને યુ ટર્ન આપવાની કોશિશમાં હોઈએ છીએ. જે જીવલેણ બની શકે છે! એટલુ વધુ કે તે મનની અંદર આત્મહત્યાના બીજ વાવવા જેવું છે!
રોડ અકસ્માત મોટાભાગે દિમાગમાં ચાલી રહેલા આવા સ્પીડ બ્રેકરનું પરિણામ હોય છે, જેનો જન્મ ઘર, સંબંધોની અથડામણથી થયો છે. આપણને ખબર જ નથી પડતી કે ક્યારે આવું થઈ જાય છે, થતા એવું સ્વરૂપ ધારણ કરી લે છે કે આપણું બગડેલુ સંતુલન જીવન પર ભારે પડી જાય છે.
સજગ એટલા વધારે વ્યાકુળ, પરેશાન, ક્ષુબ્ધ હતા કે તેમણે પોતાના મિત્ર કે જેઓ તેમની પહેલી નોકરીથી લઈને અત્યાર સુધી દરેક નાના મોટા નિર્ણયના સાક્ષી હતાં, જેમની સાથે સજગ રોજબરોજની વાતચીત કરતા હતાં, તેમને પણ કઈં જણાવ્યું નહીં.
સજગે મુસાફરીથી પાછા ફરતા જ રાજીનામું આપી દીધુ. ત્યારબાદ હવે તેઓ સામાન્ય થઈ રહ્યાં છે. પરંતુ જ્યારે મેં તેમનું ધ્યાન ગુસ્સાના યુ ટર્ન તરફ દોર્યું તો તેઓ પણ ચોંકી ગયાં. થોડા ભાવુક થતા બોલ્યા, 'હું ખુબ વધુ દુ:ખી, ગુસ્સામાં હતો!' આશા છે, ધીમે ધીમે તેઓ સ્વસ્થ થઈ જશે.
પરંતુ આપણે તેમને મળેલો પાઠ જેટલું જલદી શીખીએ, તેટલું સારું રહેશે. જીવન એટલું જ સુખી, પ્રસન્ન અને જિંદગી 'ડિયર' બની રહેશે!
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે