દિલ્હી: અંત્યોદય ભવનના 5માં માળે ભીષણ આગ લાગી, ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે

 દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે.

દિલ્હી: અંત્યોદય ભવનના 5માં માળે ભીષણ આગ લાગી, ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે

નવી દિલ્હી:  દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે. ફાયર બ્રિગેડની 28 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. 

જે ઈમારતમાં આગ લાગી છે તે 11 માળની હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ આગ સૌથી પહેલા સામાજિક ન્યાય મંત્રાલયની ઓફિસમાં લાગી અને જોત જોતામાં તો આગે આખા ફ્લોરને ચપેટમાં લઈ લીધો. રાહત અને બચાવ કાર્ય માટે ઊંચી ક્રેનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. 

— Kirandeep (@raydeep) March 6, 2019

સોશિયલ મીડિયામાં પ્રત્યક્ષદર્શીઓએ આગનો વીડિયો પણ શેર કર્યો છે. મળતી માહિતી મુજબ આ આગ સવારે 8.30 વાગે લાગી. પોલીસે આસપાસના વિસ્તારને હાલ ખાલી કરાવી લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news