delhi fire

Delhi Fire: ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર વહેલી સવારે આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓને 1:30 કલાકથી વદુહ સમય થઇ ગયો છે પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. DFS ની લગભગ 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે.

Feb 27, 2021, 08:55 AM IST

દિલ્હી: નરેલામાં પગરખા બનાવવાની ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં લાગી આગ

નરેલા ઇંડસ્ટ્રિયલ એરિયામાં બૂટ-ચંપલ બનાવનાર બે ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિલિન્ડર ફાટતાં આગ લાગી છે. એક ફેક્ટરીમાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. તો બીજી તરફ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગી ગઇ છે. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

Dec 24, 2019, 09:03 AM IST

દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરી લાગી આગ,ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરીથી આગ લાગી છે. ફેક્ટરીમાં 24 કલાક બાદ પણ ધૂમાડો નિકળી રહ્યો છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. આ પહેલાં રવિવારે ફેક્ટરમાં આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધી 29 લાશોની ઓળખ થઇ ચૂકી છે.

Dec 9, 2019, 08:40 AM IST

Delhi Fire: 'અસલ હીરો', પોતાનો જીવ જોખમમાં મૂકીને ભડભડ બળતી બિલ્ડિંગમાંથી 11 લોકોને બચાવ્યાં

Delhi Fire: પોતાના જીવની પણ પરવા ન કરનારા રાજીવ શુક્લા દેવદૂત બનીને લોકોને આગમાં લપેટાયેલી બિલ્ડિંગમાંથી બહાર કાઢવા લાગ્યા હતાં. રાહત કાર્ય દરમિયાન તેમના પગમાં પણ ઈજા થઈ હતી અને એલએનજેપી હોસ્પિટલમાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

Dec 8, 2019, 10:14 PM IST

Delhi Fire: મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...'

દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી  રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો. 

Dec 8, 2019, 06:42 PM IST

Delhi Fire: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો

દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 

Dec 8, 2019, 05:53 PM IST

Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં

ઈમારતમાં કામ કરતા મોટા ભાગના મજૂરો રાતે પણ અહીં જ સૂતા હતાં. એક એક રૂમમાં 10-15 લોકો રહેતા હતાં. તેઓ દિવસભર કામ કરતા હતાં અને સાંજે જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી લેતા હતાં.

Dec 8, 2019, 04:56 PM IST

VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ, ઘાયલોને ખભા પર બહાર લાવ્યા

રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગવાથી ઓછામાં ઓછા 43 લોકોના મોત નિપજ્ય છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આગ એક બેગ બનાવનાર કારખાનામાં લાગેલી આગ અને આસપાસની બે અન્ય બિલ્ડીંગોમાં ફેલાઇ ગઇ છે. ઘટનામાં મૃત્યું પામેલા લોકો મજૂર છે અને અકસ્માત વખતે બધા લોકો સુતા હતા.

Dec 8, 2019, 04:16 PM IST

દિલ્હી આગ અકસ્માત: મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ

રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ બજારમાં રવિવારે સવારે આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે. આગના તાંડવથી અત્યાર સુધી 65 લોકોને બચાવી લીધા.

Dec 8, 2019, 12:15 PM IST

LIVE: જૂની દિલ્હીમાં ભીષણ આગ, 43 લોકોના મોત, અત્યાર સુધી 56 લોકોને રેસ્ક્યૂ કરાયા

જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે.

Dec 8, 2019, 09:28 AM IST

દિલ્હી: અંત્યોદય ભવનના 5માં માળે ભીષણ આગ લાગી, ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે

 દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે.

Mar 6, 2019, 09:48 AM IST
Delhi Fire breaks out at paper card factory in Naraina Industrial Area PT3M19S

દિલ્હી: નારાયણા વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

દિલ્હીમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે. ગુરુવારે દિલ્હીના નારાયણા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

Feb 14, 2019, 11:55 AM IST

બવાના અગ્નિકાંડમાં 17ના દર્દનાક મોત; લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, રાષ્ટ્રપતિ-PMએ દુ:ખ વ્યક્ત કર્યું

દેશમાં એક બાદ એક ભયંકર અગ્નિકાંડ જોવા મળી રહ્યાં છે. 29 ડિસેમ્બરની રાતના મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગની જ્વાળાઓ હજુ ઠંડી પણ નહતી થઈ  ત્યાં દિલ્હીમાં ત્રણ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા 17 લોકોના દર્દનાક મોત થયા.

Jan 21, 2018, 08:39 AM IST

દિલ્હીના બવાનાની ત્રણ ફેક્ટરીમાં લાગી આગ, બળીને 17 લોકોના મોત

ઉત્તરી દિલ્હીના બનાવામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાવવાથી અત્યાર સુધી કુલ 17 લોકોના મોત થયા છે. 

Jan 20, 2018, 09:46 PM IST