સીલિંગ વિરૂદ્ધ આજે ફરી દિલ્હીના શટર ડાઉન, રામલીલા મેદાનમાં મહારેલી
Trending Photos
નવી દિલ્હી: સીલિંગ વિરૂદ્ધ ફરી એકવાર દિલ્હીના વેપારીઓએ બંધનું આહવાન કર્યું છે. આજે ગુરૂવારે (28 માર્ચ)ના રોજ દિલ્હીના 2500થી વધુ બજારોમાં લાખો દુકાનોના શટર ખુલશે નહી. ઠેર-ઠેર રેલીઓ કાઢવામાં આવશે. ધરણા-પ્રદર્શન કરવામાં આવશે. સ્થાનીય પ્રદર્શનો બાદ વેપારીઓ રામલીલા મેદાનમાં એકઠા થઇને સીલિંગ વિરૂદ્ધ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. એટલું જ નહી
રામલીલા મેદાનમાં મહારેલી
કનફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (કેટ), ચેમ્બર ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રી (સીટીઆઇ) તથા વેપારી અને વર્કર્સ એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ બંધ અને રેલીનું આહવાન કરવામાં આવ્યું છે. આ મહારેલીમાં એક લાખથી વધુ વેપારીઓ એકઠા થવાનું અનુમાન છે. આ વેપારી સીલિંગને લઇને સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધ કરી રહ્યાં છે.
ટ્ર્રાંસપોર્ટરોએ આપ્યું સમર્થન
સીઆઇટીના સંયોજક બ્રજેશ ગોયલ અને પ્રમુખ સુભાષ ખંડેલવાલે જણાવ્યું કે ગુરૂવારે દિલ્હી બંધનું આયોજન ઐતિહાસિક હશે. તેમણે જણાવ્યું કે તેમના બંધનું બધા રાજકીય પક્ષો, બધા વેપારી સંગઠનો અને લગભગ 2000 અન્ય નાના-મોટા સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 20 ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને 20 હજાર ટ્રાંસપોર્ટ પણ તેમના આ બંધમાં સામેલ થઇ રહ્યાં છે. તેમની માંગ છે કે કેંદ્ર સરકાર આ સીલિંગ વિરૂદ્ધ અધ્યાદેશ લઇને આવે.
બંધ રહેશે બધા બજાર
આ બંધમાં દિલ્હીના મુખ્ય બજાર ચાંદની ચોક, સદર બજાર, ચાબડી બજાર, કનોટ પ્લેસ, ગાંધી નગર, લક્ષ્મી નગર, રાજૈરી ગાર્ડન, સરોજની નગર, કમલા નગર, ભાગીરથ પેલેસ, લાજપત નગર, કાશ્મીરી ગેટ, પ્રીત વિહાર, કૃષ્ણા નગર, તિલક નગર તથા મોડલ ટાઉન સહિત તમામ બજાર બંધ રહેશે. મહારેલીમાં સામેલ થવા માટે વેપારીઓએ 500થી વધુ બસોની વ્યવસ્થા કરી છે.
4000 દુકાનો સીલ
સીટીઆઇએ જણાવ્યું કે આ સીલિંગમાં ગત ત્રણ મહિનામાં દિલ્હીની 4000થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે. હજારો લોકોની રોજગારી ખતમ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા છે. સંગઠનનું કહેવું છે કે સીલિંગ તો કરવામાં આવી રહી છે, પરંતુ કોઇની પાસે કોઇ સમાધાન નથી.
વેપારીઓના બાળકો સ્કૂલ નહી જાય
બીજી તરફ કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે સીલિંગના વિરોધમાં વેપારીઓના બાળકો સ્કૂલ-કોલેજ નહી જાય. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય સરકારને એ સંદેશો આપવાનો છે કે જો એક દુકાન સીલ થાય છે તો તેનાથી 20 ઘરોના ચૂલાને અસર પડે છે.
સીલિંગના વિરૂદ્ધ અધ્યાદેશ લાવે સરકાર
કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે જ્યારે સરકાર 1500 અનઅધિકૃત કોલોનીઓને એક ઝાટકે નિયમિત કરી શકે છે તો પછી દિલ્હીની દુકાનોને સીલિંગથી બચાવવા માટે 'સીલિંગ સ્થગન અથવા સીલિંગમાંથી માફી યોજના' કેમ ન લાવી શકે.
23 માર્ચના રોજ પણ થયું હતું બંધ આહવાન
સીલિંગના વિરૂદ્ધ દિલ્હીના વેપારીઓએ ઘણીવાર બંધનું આયોજન કરી ચૂક્યા છે. 23 માર્ચના રોજ પણ બજાર બંધ રાખવામાં આવ્યા અને ઘણા સ્થળો પર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યા. કરોલ બાગમાં વેપારીઓએ વાસણ વગાડીને સીલિંગના વિરોધમાં પ્રદર્શન કર્યું. વેપારીઓનું કહેવું છે કે આ વાતની તપાસ કરવામાં આવે કે કેમ વેપારીઓ તેમના અધિકારથી વંચિત રાખતાં સીલિંગ કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે