AAP માટે 'મંગલ' સાબિત થયો 'મંગળવાર', આ 5 કારણોથી મળી પ્રચંડ જીત


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બમ્પર જીત મળી છે. આમ આદમી પાર્ટીએ કુલ 62 સીટો કબજે કરી છે. 
 

AAP માટે 'મંગલ' સાબિત થયો 'મંગળવાર', આ 5 કારણોથી મળી પ્રચંડ જીત

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly Election Result 2020)માં આમ આદમી પાર્ટી (AAP) પ્રચંડ જનાદેશ મળ્યો છે. આમ આદમી પાર્ટીએ 62 સીટ પર જીત મેળવી છે. તો ભાજપના ખાતામાં માત્ર 8 સીટ આવી છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે પણ 0 પર રહી છે. ચૂંટણી જીતીને દિલ્હીની જનતાની સામે પહોંચેલા અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયના નારા લગાવ્યા હતા. વંદે માતરમના પણ નારા લગાવ્યા હતા. આ પાંચ કારણ છે જેના લીધે આમ આદમી પાર્ટીને આટલી મોટી જીત મળી છે. 

1. પાયાના સ્તર પર તૈયારી
આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ એક્ટિવ થઈ ગઈ હતી. પાયાના સ્તરે કાર્યકર્તાઓને કામે લગાડ્યા હતા. ભાજપે પોતાની તમામ તાકાત આખરી સમયે વાપરી હતી. તો આમ આદમી પાર્ટીએ મજબૂત તૈયારી સાથે ચૂંટણી રણનીતિને અંજામ આપ્યો હતો. પાર્ટી મતદાતાઓને સમજાવવામાં સફળ રહી કે તેણે વિકાસ કર્યો છે. આ સિવાય પાર્ટીની 'ફ્રી રાજનીતિ'એ પણ મોટો કમાલ કર્યો છે. ફ્રી પાણી, ફ્રી વીજળી બાદ ફ્રી બસ યાત્રા નિર્ણાયક સાબિત થઈ છે. 

2. સકારાત્મક પ્રચાર
ભાજપનો ચૂંટણી પ્રચાર નકારાત્મક રહ્યો તો આમ આદમી પાર્ટીએ ચૂંટણી દરમિયાન સકારાત્મક પ્રચાર કર્યો હતો. આ નકારાત્મક પ્રચારને કારણે ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ પ્રચાર દરમિયાન માત્ર શિક્ષા, સ્વાસ્થ્ય, વીજળી-પાણી અને વિકાસના નામ પર મત માગ્યા હતા. તો પાર્ટી નેતાઓ વિવાદિત નિવેદન અને વ્યક્તિગત હુમલો કરવાથી દૂર રહ્યાં હતા. આપે રણનીતિ એવી બનાવી કે આ ચૂંટણી મોદી vs કેજરીવાલ પણ ન થઈ શકી. જેનો મોટો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે. કેજરીવાલે પણ પીએમ મોદીને લઈને કોઈ નિવેદન ન આપ્યું. આ રણનીતિનો ફાયદો પણ આપને ચૂંટણીમાં મળ્યો છે. 

Delhi Election Result 2020: તમામ સીટોના પરિણામ જાહેર, આપ 62, ભાજપ 08, કોંગ્રેસ 00

3. સ્થાનીક મુદ્દા પર ભાર
ભાજપના નેતાઓએ જ્યાં કલમ 370, નાગરિકતા કાયદા જેવા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, તો આમ આદમી પાર્ટીએ માત્ર સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડી હતી. પાર્ટીના નેતાઓએ રેલીમાં સ્થાનીક મુદ્દા ઉઠાવ્યા અને ભાજપના નેતાઓને તેના પર ચર્ચા કરવાનો પડકાર આપ્યો હતો. સ્થાનીક મુદ્દા ઉઠાવવાનો લાભ પણ આમ આદમી પાર્ટીને મળ્યો છે. 

4. શાહીન બાગથી દૂર
દિલ્હી ચૂંટણીમાં શાહીન બાગનો મુદ્દો ભાજપે આક્રમકતાથી ઉઠાવ્યો હતો. તેવું લાગે છે કે ભાજપે ચૂંટણી માત્ર આ એક મુદ્દા પર લડી છે. ભાજપના સ્થાનીક નેતાથી લઈને કેન્દ્રના તમામ નેતાઓ પોતાની દરેક રેલીમાં આ મુદ્દા પર જ વાત કરતા હતા. તો આમ આદમી પાર્ટીએ આ મુદ્દા પર વાત કરવાનું ટાળ્યું હતું. કેજરીવાલે પણ આ મુદ્દે બોલવામાં વિશેષ ધ્યાન રાખ્યું અને તેઓ શાહીન બાગ પણ ન ગયા. તેમણે એટલું કહ્યું કે, રસ્તા પર પ્રદર્શન યોગ્ય નથી. કેન્દ્ર સરકારે રસ્તા ખોલાવવા જોઈએ. આ મુદ્દાનો ફાયદો પણ આપને થયો. 

5. સોશિયલ મીડિયા પર ભારે
સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટી ભાજપ પર ભારે પડી છે. પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે સકારાત્મક અંદાજમાં પોતાની વાત મતદાતાઓ સામે રાખી. ભલે તે વાત પાર્ટીના પ્રચારની હોય કે વિરોધીઓને જવાબ આપવાની. આપની સોશિયલ મીડિયા ટીમે દરેક વાતે પોતાનો કમાલ દેખાડ્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news