Delhi: ભાજપના નેતાનો પાર્કમાં લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી એસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જી એસ બાવા (GS Bawa)નો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગે સુભાષનગરના ઝીલવાળા પાર્કમાં ગ્રિલ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો. 58 વર્ષના જી એસ બાવા પશ્ચિમ દિલ્હીના ફતેહનગરમાં રહેતા હતા. 
Delhi: ભાજપના નેતાનો પાર્કમાં લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી એસ બાવાએ કથિત રીતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જી એસ બાવા (GS Bawa)નો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગે સુભાષનગરના ઝીલવાળા પાર્કમાં ગ્રિલ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો. 58 વર્ષના જી એસ બાવા પશ્ચિમ દિલ્હીના ફતેહનગરમાં રહેતા હતા. 

પોલીસને નથી મળી કોઈ સ્યૂસાઈડ નોટ
પાર્કમાં ઘૂમી રહેલા લોકોએ પોલીસને આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે પાર્કમાં કોઈ વ્યક્તિની લાશ લટકી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. ત્યારબાદ મૃતકની ઓળખ જી એસ બાવા (GS Bawa) તરીકે થઈ. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ મામલે તપાસ ચાલુ છે. 

આ અગાઉ ભાજપ સાંસદનો ઘરેથી મળ્યો હતો મૃતદેહ
અત્રે જણાવવાનું કે આ અગાઉ હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માનો મૃતદેહ દિલ્હીના ગોમતી એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. 17 માર્ચની સવારે લગભગ 7.30 વાગે રામ સ્વરૂપ શર્માના કર્મચારીઓએ આ મામલે પોલીસને જાણકારી આપી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે જ્યારે દરવાજો તોડીને જોયું તો અંદર તેઓ ફાંસીના ફંદે લટકેલા હતા. તેમને નીચે ઉતારીને તરત રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news