ઇડર: કારના અકસ્માત બાદ આગ લાગી જતા, ચાલક જીવતો ભુંજાયો

ઈડરના વલાસણા રોડ પર હનુમાનજી મંદીર નજીક કાર પલટી ગયા બાદ કાર આગમાં લપેટાઈ ગઇ હતી.

ઇડર: કારના અકસ્માત બાદ આગ લાગી જતા, ચાલક જીવતો ભુંજાયો

અમદાવાદ : ઈડરના વલાસણા રોડ પર હનુમાનજી મંદીર નજીક કાર પલટી ગયા બાદ કાર આગમાં લપેટાઈ ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં આખી કારમાં આગ ફેલાઇ ગઇ હતી. જેના કારણે આગ થી દાઝી જતા ચાલક યુવકનુ મોત નિપજ્યું હતું. કાર ચાલક યુવક કાર લઈ ફલાસણથી ઈડર જઇ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે વિગતે માહિતી મળતાની સાથે જ ઇડર ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ બુઝાવી હતી. અકસ્માત અંગે ઇડર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news