Delhi Politics: દિલ્હીમાં કઈંક મોટો ખેલ થઈ રહ્યો છે? AAP ના અનેક MLA પાર્ટી સાથે સંપર્કમાં નથી

Delhi Politics News: દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. આજે 11 વાગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ છે. બેઠક ટાણે જ આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં 52 જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે હાલ સંપર્ક થઈ શકતો નથી. 

Delhi Politics: દિલ્હીમાં કઈંક મોટો ખેલ થઈ રહ્યો છે? AAP ના અનેક MLA પાર્ટી સાથે સંપર્કમાં નથી

Delhi Politics News: દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ છે. આજે 11 વાગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ છે. બેઠક ટાણે જ આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં 52  જેટલા ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે હાલ સંપર્ક થઈ શકતો નથી. 

કેટલાક વિધાયકો નથી પહોંચ્યા બેઠકમાં
છેલ્લે મળેલી માહિતી મુજબ બેઠકમાં 52 ધારાસભ્યો પહોંચ્યા છે. પાર્ટીના 8 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા નથી. જેમાં ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા હિમાચલ ગયા છે. સત્યેન્દ્ર જૈન જેલમાં છે. સ્પીકર રામ નિવાસ ગોયલ ફોરેન વિઝિટ પર છે. વિનય કુમાર અને શિવચરણ ગોયલ રાજસ્થાનમાં છે. ગુલાબ સિંહ અને મુકેશ અહલાવત ગુજરાતમાં છે. જ્યારે દિનેશ મોહનિયા દિલ્હીથી બહાર ગયા છે. 

આપ ધારાસભ્યએ શું કહ્યું તે જાણો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે. ધારાસભ્યોને 20 કરોડની ઓફર અપાઈ રહી છે. વિધાયકો સાથે સંપર્ક ન થવા મામલે તેમણે કહ્યું કે અમને પૂરો ભરોસો છે કે તમામ ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં સામેલ થશે. 

— ANI (@ANI) August 25, 2022

ભાજપ પર કાલે પણ લગાવ્યો હતો આરોપ
અત્રે જણાવવાનું કે હાલમાં જ 4 ધારાસભ્યોએ ભાજપ પર 20 કરોડમાં ખરીદવાનો અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. આવામાં આમ આદમી પાર્ટીને આશંકા છે કે ક્યાંક ભાજપ તેમના ધારાસભ્યોને તોડી ન નાખે. આથી ગઈ કાલે સાંજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં નક્કી થયું કે તમામ ધારાસભ્યોને  બોલાવવામાં આવે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચશે તે વાત પર તમામની નજર રહેશે. 

આપે સાધ્યું નિશાન
બુધવારે આપના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે આપ ધારાસભ્ય અજય દત્ત, સંજીવ ઝા, સોમનાથ ભારતી, અને કુલદીપ કુમારનો ભાજપના નેતાઓએ સંપર્ક કર્યો છે. જેમની સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધ છે. સંજય સિંહે એવો પણ દાવો કર્યો કે આ ચાર ધારાસબ્યોને એવી રજૂઆત કરાઈ છે કે જો તેઓ ભાજપમાં સામેલ થશે તો તેમને 20 કરોડ રૂપિયા આપવામાં આવશે અને જો તેઓ પોતાની સાથે અન્ય ધારાસભ્યોને લઈને આવશે તો તેમને 25 કરોડ આપવામાં આવશે.

ભાજપે કર્યો પલટવાર
ધારાસભ્યોની ખરીદી અને સરકાર પાડવાના આરોપ પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે, તેમને આ પ્રકારના પ્રસ્તાવ દારૂ માફિયા પાસેથી મળ્યા હશે. તેઓ એ લોકોના નામ કેમ નથી જણાવતા જેમણે તેમનો સંપર્ક કર્યો? 

અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર શુક્રવારે યોજાવવાનું છે. આ સત્ર દિલ્હી વિધાનસભાની આબકારી નીતિ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અને ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને લલચાવવાના આરોપો વચ્ચે યોજાવવા જઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news